સિનેમા હૉલ માલિકની મરજી ચાલશે, તે કોઇ જિમ નથી કે તમને પૌષ્ટિક આહાર મળે: SC

સિનેમા હૉલ મેનેજમેન્ટની અંગત સંપત્તિ છે, તો ત્યાં હૉલના માલિકની મરજી જ ચાલશે. સિનેમા હૉલ કોઇ જિમ નથી જ્યાં તમને પૌષ્ટિક આહાર મળશે. આ વાત સુપ્રીમ કોર્ટ (SC)એ જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટના આદેશ પર દાખલ થયેલી અરજીની સુનાવણી દરમિયાન કહી છે. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી સાથે જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટના આદેશને સાઇડ પર કરી દીધો છે. આ આદેશમાં હાઇ કોર્ટે બાહ્ય ખાવા-પીવાનું હૉલમાં લઇ જવાની મંજૂરી આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ આદેશને અનુચિત બતાવતા કહ્યું કે, આ આદેશ આપતા હાઇ કોર્ટે પોતાના અધિકાર ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે.

સુપ્રીમ કોર્ટમાં આ અરજી જમ્મુ-કાશ્મીર સિનેમા હૉલ ઓનર્સ એસોસિએશન તરફથી દાખલ કરવામાં આવી હતી. આ કેસ જમ્મુ-કશ્મીરના એક સિનેમા હૉલ બહારથી લાવવામાં આવેલા આહાર પર પ્રતિબંધ લગાવવા સાથે જોડાયેલો છે. ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડ અને પી.એસ. નરસિંહાની પીઠે સુનાવણી દરમિયાન ઘણી રસપ્રદ ટિપ્પણીઓ કરી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, સિનેમા ઘરમાં જલેબી લઇ જવા ઇચ્છો તો સિનેમા હૉલ મેનજમેન્ટ તેને એમ કહેતા ના પાડી શકે છે કે જો જલેબી ખાઇને દર્શક સીટ સાથે પોતાની ચાસણીઓવાળી આંગળીઓ લૂછી દે તો ખરાબ થયેલી સીટની સફાઇનો ખર્ચ કોણ આપશે?

સિનેમા હોલ મેનેજમેન્ટને પણ ફરિયાદ છે કે લોકો મૂર્ગમલ્લમ લઇને આવે છે. ત્યારબાદ તેના હાડકાં ત્યાં છોડી જાય છે. તેનાથી પણ કેટલાક લોકોને પરેશાની થાય છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, જ્યારે ટી.વી. પર 11 વાગ્યા બાદ કેટલાક ખાસ વર્ગની ફિલ્મોના પ્રસારણનો નિયમ બનાવવામાં આવ્યો તો તેનું ઉદ્દેશ્ય એ હતું કે બાળકોના સૂઇ ગયા બાદ વયસ્ક લોકો તે ફિલ્મ જોઇ શકે, પરંતુ તેના પર પણ ઘણા લોકોને આપત્તિ હતી. તેમનું કહેવું હતું કે, એ મોડી રાતમાં વયસ્ક તો ખાવા-પીવાનું પતાવીને સૂઇ જાય છે. બાળકો જ જાગતા રહે છે, તો એ સમયે વયસ્કોવાળી ફિલ્મો ન બતાવવામાં આવે.

વકીલો દ્વારા જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટના 18 જુલાઇ, 2018ના રોજ આપેલા નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. બાહ્ય ખાદ્ય પદાર્થ સિનેમા હોલમાં લઇ જવા પ્રતિબંધ લગાવતા નોટિસ પકડાવી દીધી હતી. સુરક્ષાકર્મીઓએ રોક્યા. દલીલ આપી કે થિયેટરવાળા પોતાના પરિસરમાં જ વેચતા ખાદ્ય સામાન જ ખરીદીને ખાવા મજબૂર કરે છે. એ સમાન પૌષ્ટિક હોય એ જરૂરી નથી. હાઇ કોર્ટે કહ્યું કે, આ પ્રતિબંધનું પરિણામ એ થયું કે, દર્શક ત્યાં જ વેચાતા સામાનને ખરીદવા મજબૂર થઇ જાય છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું કે, નાના બાળકો માટે પીવાનું સ્વચ્છ પાણી ત્યાં મફત ઉપલબ્ધ કરાવવાના આદેશ પહેલાથી જ આપી રાખ્યા છે. આ દર્શકોનો અધિકાર અને ઇચ્છા છે કે તેઓ કયા થિયેટરમાં કઇ ફિલ્મ જોવા જાય. આમ પણ હૉલ મેનેજમેન્ટને અધિકાર છે કે ત્યાં  શું શું નિયમ બનાવવાના છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.