સમલૈંગિક લગ્ન પર SG બોલ્યા-બહેન પ્રત્યે આકર્ષણ થઈ જાય તો? CJIએ આપ્યો આ જવાબ

PC: ndtv.com

સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠ સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપનારી અરજીઓ પર 18 એપ્રિલથી સતત સુનાવણી કરી રહી છે. 27 એપ્રિલના રોજ છઠ્ઠા દિવસે કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પોતાનો પક્ષ રાખ્યો. તેમણે કહ્યું કે, અરજીકર્તાઓનો મૂળભૂત સવાલ શું છે? એ જ કે સેક્સુઅલ ઓરિએન્ટેશનની પસંદગી. તેના પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડે જવાબ આપ્યો કે, એવું નથી તેઓ (અરજીકર્તા) કહી રહ્યા છે કે તેમને સેક્સુઅલ ઓરિએન્ટેશનનો અધિકાર મળ્યો છે.

આ પસંદનો મામલો નહીં, પરંતુ એક સહજ વિશેષતા છે. તેના પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલ આપી કે બે અલગ-અલગ વિચાર છે. એક પક્ષ કહે છે કે, તેને (સેક્સુઅલ ઓરિએન્ટેશન)ને અલગથી હાંસલ કરી શકાય છે અને બીજો કહે છે કે એ સહજ ચરિત્ર છે. કલ્પના કરો 5 વર્ષ બાદ એવી સ્થિતિ હોય.. હું કોઈ એવા સંબંધ પ્રત્યે આકર્ષિત થઈ જાઉ જે સમાજમાં સ્વીકૃત નથી તો? દુનિયાભરમાં અનાચાર કોઈ અસામાન્ય વાત નથી, પરંતુ એ સમાજમાં સ્વીકાર્ય નથી.

તેમણે કહ્યું કે, માની લો હું પોતાની બહેન પ્રત્યે આકર્ષિત થઈ જાઉ અને પોતાની સ્વતંત્રતાનો દાવો કરીને કહું કે એ મારો અંગત અધિકાર છે. પોતાના ઘરની અંદર કંઈ પણ કરું.. તો શું તેને એમ કહીને પડકાર નહીં આપી શકાય કે તેને કઈ રીતે પ્રતિબંધિત કરવામાં આવે? તેના પર CJI ચંદ્રચૂડે કહ્યું કે, પરંતુ આ ખૂબ દૂરની વાત છે. લગ્ન પ્રત્યે પહેલુમાં સેક્સુઅલ ઓરિએન્ટેશન અને સ્વાયતત્તાની વાત નહીં કરી શકાય. તમે એવી દલીલ નહીં આપી શકો કે તમારું સેક્સુઅલ ઓરિએન્ટેશન એટલું આવશ્યક છે કે તમને અનાચારની મંજૂરી આપી દેવામાં આવે, કેટલાક નિયમ યૂનિવર્સલ હોય છે.

તેના પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, ત્યારે તો કોઈ બહુ વિવાહ (એક કરતા વધુ લગ્ન)ની પણ માગ કરવા લાગશે. તેના પર જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ્ટે કહ્યું કે, જો તમે કહી રહ્યા છો કે તેમાં દેશ હિત છે તો અલગ વાત છે. આ નજરિયાથી કોઈ પણ ક્ષેત્ર પૂરી રીતે સ્વાયત્ત નથી અને જે દેશ હિતમાં છે એ જ યોગ્ય છે. તુષાર મેહતાએ કહ્યું કે, દેશને સામાજિક વ્યક્તિગત સંબંધોને રેગ્યુલેટ કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ એવા સંબંધો જે જરૂર રેગ્યુલેટ કરી શકે છે જે દેશ હિતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp