કોણ છે રૂમા દેવી જેેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં આપ્યું ભાષણ, 8મા ધોરણમાં...

PC: facebook.com/DrRumaDevi

બાળપણમાં માતાને ગુમાવી, પહેલું બાળક બે દિવસમાં મોતને ભેટ્યું, આઠમામાં અભ્યાસ છોડવો પડ્યો, પરંતુ રૂમા દેવીના પગ ક્યાંય ન રોકાયા. હવે રાજસ્થાનના બાડમેર જિલ્લાની રૂમા દેવી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપે છે અને દેશ-વિદેશમાં તેને ખૂબ જ સન્માનથી બોલાવવામાં આવે છે. દરેક તેના સંઘર્ષથી શીખવા માગે છે. વર્ષ 2018માં દેશની મહિલાઓના સર્વોચ્ચ સન્માન નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રખ્યાત છે.

રાજસ્થાનની પારંપરિક વેશભૂષામાં દેખાતી રૂમા દેવી વિદેશમાં પણ આ જ રૂપમાં નજરે પડે છે અને તેના માટે તેના ખૂબ વખાણ પણ થાય છે. રાજસ્થાનના બાડમેર જિલ્લાની રૂમા દેવીનો જન્મ થતા જ તેની માતાનું મોત થઈ ગયું હતું. પિતાએ પણ દીકરીથી દૂરી બનાવી લીધી અને રૂમા દેવ કાકા-કાકીની છત્રછાયામાં આવી ગઈ. કાકા-કાકી દીકરીને વધારે ભણાવવાના પક્ષમાં નહોતા. એવામાં રૂમાને આઠમા ધોરણમાં અભ્યાસ છોડવો પડ્યો. ત્યારબાદ તે સીવણ-ભરતકામમાં કામ કરવા લાગી. પોતાના ક્ષેત્રની બીજી છોકરીઓની જેમ જ 17 વર્ષની ઉંમરમાં રૂમા દેવીના લગ્ન થઈ ગયા.

રૂમા દેવીને સીવણ-ભરતકામ સારી રીતે આવડતું હતું, પરંતુ તેને ઘરથી બહાર જઈને કામ કરવાનો અવસર ન મળ્યો. ખેતી પર નિર્ભર પરિવારની આર્થિક સ્થિતિને જોતા અંતે રૂમા દેવીએ ઘરથી બહાર નીકળવાનો નિર્ણય લીધો. વર્ષ 2008માં તે પહેલી વખત માતા બની, પરંતુ 48 કલાકની અંદર બાળકનું મોત થઈ ગયું. ખૂબ મુશ્કેલીથી પોતાના દુઃખથી બહાર આવેલી રૂમા દેવીએ હવે પગલા બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના સાસરાવાળાને ખૂબ મુશ્કેલીથી મનાવ્યા. ધીરે ધીરે તેણે 10 મહિલાઓને પણ પોતાની સાથે જોડી લીધી. એ જ મહિલાઓએ 100-100 રૂપિયાનો ફાળો  કર્યો અને એક જૂનું સીવણ મશીન ખરીદ્યું.

આ પ્રકારે આ મહિલાઓએ પોતાના સીવણ-ભરતકામનું કામ શરૂ કરી દીધું. રૂમા બાકી મહિલાઓને પણ કામ શીખવ્યું અને હવે તે નેટવર્ક 30 હજાર કરતા વધુઓને જોડી ચૂક્યું છે. ચેતના સંસ્થા સાથે જોડાયેલી રૂમા દેવીને મહાત્મા જ્યોતિ રાવ ફુલે યુનિવર્સિટીના 17માં વાર્ષિક કોન્ફરન્સ ભાષણ આપવા બોલાવવામાં આવી. તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ ભાષણ મતે બોલાવવામાં આવી ચૂકી છે. હવે તે જર્મની, UK, અમેરિકા, સિંગાપુર, થાઈલેન્ડ અને શ્રીલંકા જતી રહે છે અને ઠેર ઠેર તેને ભાષણ આપવા અને પોતાના સંઘર્ષનો અનુભવ બતાવવા માટે બોલાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp