દીકરી પર રેપ કરીશ એમ ડ્રાઇવરે કહેતા, પિતાએ તેને સળિયો મારીને પતાવી દીધો

PC: bhaskar.com

મધ્ય પ્રદેશના ઇંદોરમાં આવેલા તેજાજી નગરમાં બુધવારે ઉત્તર પ્રદેશના એક ટ્રક ડ્રાઇવરની હત્યાની ઘટના બની હતી. આ જ ટ્રકનો ક્લીનર પણ ઘવાયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ક્લીનરે પોલીસને કહ્યું હતું કે, સ્કોર્પિયો કારમાં આવેલા 4 લોકો ડ્રાઇવરની હત્યા કરીને દેવાસ તરફ ફરાર થઇ ગયા હતા. ક્લીનરે પોલીસને કારનો નંબર પણ આપ્યો હતો.

શરૂઆતમાં તો પોલીસે ક્લીનરે જે સ્ટોરી કીધી હતી તે દિશામાં તપાસ કરી, પરંતુ પોલીસને કોઇ કડી નહોતી મળતી એટલે તપાસની દિશા ક્લીનર તરફ ફેરવી અને 12 કલાકમાં જ હત્યાનો કેસ ઉકેલાઇ ગયો. પોલીસે ક્લીનરને જે સવાલો પુછ્યા હતા તેના તે ગોળગોળ જવાબ આપી રહ્યો હતો. આખરે તેણે ગુનો કબુલી લીધો હતો અને પોલીસને કહ્યું હતું કે, ડ્રાઇવરે મને ગાળો આપીને કહ્યું હતું કે તારી દીકરી પર રેપ કરીશ. એ વાતથી મને સખત ગુસ્સો આવ્યો હતો અને મોકો જોઇને મેં તેની હત્યા કરી નાંખી હતી. ક્લીનરે કહ્યું કે, સાહેબ, તમે વિચારો કે કોઇ માણસ દીકરી પર રેપની વાત કરે તો એક બાપાના મગજની શું સ્થિતિ થાય. ક્લીનરે કહ્યું કે ડ્રાઇવરની હત્યા કરીને 45 કિ.મી સુધી લાશ લઇને ફરતો રહ્યો હતો.

ટ્રક ડ્રાઇવર ઝુલ્ફીકારની કલીનર સત્યેન્દ સિંહે હત્યા કરી નાંખી હતી અને પોલીસને એવી વાર્તા રજૂ કરી હતી કે એક ર્સ્કોપિયો કાર અમારી ટ્રકનો પીછો કર્યો હતો અને રસ્તામાં આંતરીને ડંડા અને ચાકુથી હત્યા કરી નાંખી હતી અને મને પણ ચાકુ માર્યો હતો જેને કારણે પગમાં ઇજા થઇ હતી. એ પછી કાર ચાલકો દેવાસ તરફ ભાગી છુટ્યા હતા. ક્લીનરે પોલીસને કારનો નંબર આપ્યો હતો, તેના વિશે તપાસ કરી તો આવા નંબર વાળી કોઇ કાર રજિસ્ટર્ડ હતી જ નહીં. પોલીસે ક્લીનરને કડક સવાલો પુછ્યા તો તે ભાંગી પડ્યો હતો.

ક્લીનર સત્યેન્દ્રએ પોલીસને કહ્યું કે હું ઝુલ્ફીકાર સાથે 4 વર્ષથી રહેતો હતો. અમે 24 કલાક સાથે રહેતા. એ જે કહેતો તે હું કરતો હતો. તે ગાળો આપતો અને અમારા વચ્ચે બબાલ પણ થતી, પરંતુ પછી બધું નોર્મલ થઇ જતું. પરંતુ આ વખતે તેણે મારી દીકરી પર રેપ કરવાની વાત કરી એટલે મેં તેના માથામાં સળિયો મારીને હત્યા કરી નાંખી હતી.

પોલીસે કહ્યું કે, તો પહેલાં ખોટી સ્ટોરી કેમ સંભળાવી. તો સત્યેન્દ્રએ કહ્યું કે, જ્યારે અમે આ રસ્તા પરથી પસાર થતા ત્યારે ઝુલ્ફીકાર મને હંમેશા ડરાવતો કે આ એરિયામાં ટોળકી ફરે છે અને લૂંટી લે છે. એટલે તેની વાત યાદ કરીને મેં સ્ટોરી ઉપજાવી કાઢી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp