તાપમાન વધવાના કારણે ભારતમાં ઘરેલૂ હિંસામાં વધારો! સ્ટડીમાં સામે આવી હકીકત

વધતા તાપમાનની સાથે ઘરેલૂ હિંસા પણ વધી રહી છે. ભારત અને તેની આસપાસના દેશોમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ઘરેલૂ અને યૌન હિંસાઓની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગની અસર અંગત સંબંધો પર પણ પડી રહી છે. મહિલાઓ વિરુદ્ધ ઇન્ટિમેટ પાર્ટનર વાયોલન્સ (IPV)માં વધારો થઈ રહ્યો છે. ભારત, પાકિસ્તાન અને નેપાળની 15થી 49 વર્ષની 1.94 લાખ કરતા વધુ મહિલાઓએ આ ફરિયાદ કરી છે કે તેમની સાથે ભાવનાત્મક, શારીરિક અને યૌન હિંસાની ઘટનાઓ વધી છે. આ ડેટા 1 ઓક્ટોબર, 2010થી 30 એપ્રિલ 2018ની વચ્ચેના છે. આ સ્ટડી હાલમાં જ JAMA Psychiatry માં પ્રકાશિત થઈ છે.
આ સ્ટડીને ચીન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જર્મની, તાન્ઝાનિયા અને ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકોના એક આંતરરાષ્ટ્રીય ગ્રુપે કરી છે. સ્ટડીમાં સ્પષ્ટરીતે લખવામાં આવ્યું છે કે, વૈજ્ઞાનિકોએ જ્યારે મહામારી વિજ્ઞાન અને વધુ તાપમાન પ્રમાણે ડેટા જોયા તો જાણકારી મળી કે વધતા તાપમાનની સાથે મહિલાઓની સાથે ઇન્ટિમેટ પાર્ટનર વાયોલન્સની ઘટનાઓ વધી છે.
વૈજ્ઞાનિકોએ જોયુ કે, વાર્ષિક તાપમાન જ્યારે 1 ડિગ્રી સેલ્સિયસ વધે છે, ત્યારે IPVની માત્રા 4.9 ટકા વધી જાય છે. સૌથી વધુ શારીરિક હિંસા નોંધવામાં આવી. શારીરિક હિંસા 23 ટકા, ભાવનાત્મક હિંસા 12.5 ટકા અને યૌન હિંસા 9.5 ટકા. સરેરાશ વાર્ષિક તાપમાન 20 ડિગ્રી સે.થી 30 ડિગ્રી સે. હતું. આ સદીના અંત સુધી IPV 21 ટકા વધી જશે. કારણ કે, સતત કાર્બન ઉત્સર્જન થઈ રહ્યું છે. તાપમાન વધતુ અટકી નથી રહ્યું. જો ગ્લોબલ વોર્મિંગને રોકવામાં ના આવ્યું તો આ સ્થિતિ બનવામાં વાર નહીં લાગશે કે, મહિલાઓ સાથે હિંસાના મામલા વધતા જશે. સદીના અંત સુધી શારીરિક હિંસાના મામલા 28.3 ટકા, યૌન હિંસા વધીને 26.1 અને ભાવનાત્મક હિંસા 8.9 ટકા થઈ શકે છે.
ભારતમાં IPVનું સ્તર 2090 સુધી વધીને 23.5 ટકા થઈ જશે. ત્યારબાદ 14.8 ટકાના દરની સાથે નેપાળ બીજા નંબર પર રહશે. જ્યારે, 5.9 ટકા સાથે પાકિસ્તાન સૌથી ઓછાં IPV વાળો દેશ હશે. આ સ્ટડીનું એનાલિસિસ 2 જાન્યુઆરી, 2022થી 11 જુલાઈ, 2022 સુધી કરવામાં આવ્યું છે. ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની અસર સૌથી વધુ ભારત, ચીન, અમેરિકા અને યુરોપમાં જોવા મળી છે. આ દેશોના ઘણા શહેરોમાં સતત હીટવેટની આપત્તિ આવી છે. IPVના 4.9 ટકા વધવાનો મતલબ છે ઘરેલૂ હિંસાની સંખ્યામાં 6.3 ટકાનો વધારો. જેમા શારીરિક અને યૌન ઘરેલૂ હિંસા પણ સામેલ છે.
સમગ્ર દુનિયામાં ઘણા દેશ અત્યાધિક તાપમાન અને હીટવેવની ચપેટમાં છે. આ મહિને જ ભારતમાં ઘણી જગ્યાઓ પર 45 ડિગ્રીથી વધુ તાપમાન જવાના કારણે અનેક મોત થયા. ભૂમધ્યસાગરની આસપાસનો યૂરોપીય વિસ્તાર એપ્રિલમાં ભયાનક હિટવેવની ચપેટમાં હતો. ટેક્સાસમાં સતત ત્રીજા અઠવાડિયે 46 ડિગ્રી સે. તાપમાન ચાલી રહ્યું છે. ચીને પોતાના ઉત્તરી વિસ્તારમાં રહેતા લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે કારણ કે, પારો 40 ડિગ્રી સે.ને પાર ચાલ્યો ગયો છે. યેલ યુનિવર્સિટીમાં એનવાયર્મેન્ટ હેલ્થના પ્રોફેસર અને આ સ્ટડીમાં સામેલ મિશેલ બેલે કહ્યું કે, વધતા તાપમાનની અસર શારીરિક અને સામાજિક બંને રીતે થાય છે. જેના કારણે ઘરેલૂ હિંસા વધવાની આશંકા રહે છે.
વધુ તાપમાનના કારણે પાક ખરાબ થાય છે. માળખાગત વિકાસ અટકી જાય છે. આર્થિક વ્યવસ્થાઓ નબળી થવા માંડે છે. લોકો ઘરોમાં કેદ થઈ જાય છે. લોકો યોગ્યરીતે કામ નથી કરી શકતા. જેના કારણે કોઇપણ પરિવાર પર ભારે દબાણ બની શકે છે. તણાવ વધી શકે છે. એવામાં ઘરેલૂ હિંસાના મામલા વધવાનું જોખમ રહે છે. ઘરેલૂ હિંસાના મામલા સૌથી વધુ ઓછી કમાણી ધરાવતા પરિવારો અને ગ્રામીણ વિસ્તારોમાં વધ્યા છે. આ પહેલા એવી સ્ટડી મેડ્રિડના વૈજ્ઞાનિકોએ કરી હતી. તેમણે કેન્યાની મહિલાઓ પર સ્ટડી કરી હતી. ત્યારે ત્યાં વધતા તાપમાનના કારણે ઇન્ટિમેટ પાર્ટનર ફેમિસાઇડ 40 ટકા વધી ગયુ હતું. એટલે કે ઘરેલૂ હિંસા. બે લોકો વચ્ચે હિંસાનો દર 2.3 ટકા થઈ ગયો હતો. જ્યારે સમૂહો વચ્ચે 13.2 ટકા થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp