હિમાચલમાં ફરી વાદળ ફાટ્યુ, સાંગલા વેલીમાં ફ્લેશ ફ્લડથી 25 ગાડીઓ તણાઈ

હિમાચલ પ્રદેશમાં સતત વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યના કિન્નોર જિલ્લાની સાંગલા વેલીમાં હવે વાદળ ફાટ્યુ છે. આ ઘટનામાં લગભગ 20 થી 25 ગાડીઓ ફ્લેશ ફ્લડમાં તણાઈ છે. ઘણું નુકસાન થયું છે. સાંગલાથી 5 કિમી દૂર કામરૂ ગામમાં ફ્લેશ ફ્લડ આવ્યું છે. રાહતની વાત એ છે કે કોઈપણ રીતની જાનહાનિ થઇ નથી. તો બીજી તરફ શિમલાના ચિડગામમાં એક મજૂરનું લેન્ડસ્લાઈડના કાટમાળમાં દબાતા મોત થયું છે.
જાણકારી અનુસાર, ગુરુવારે સવારે સાડા છ વાગ્યે આ ઘટના બની છે. છિતકૂલથી પહેલા સાંગલાના કામરૂ ગામમાં ભારે વરસાદ પડ્યો અને ફ્લેશ ફ્લડ આવી ગયું એટલે કે પાણી અને કાટમાળ રસ્તાઓ પર આવી ગયું. જેને લીધે સફરજનના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. તો વટાણા અને અન્ય પાકો પણ ધોવાયા છે. રેવેન્યૂ વિભાગની ટીમ નુકસાનીનું આંકલન કરવા માટે ઘટના સ્થળે પહોંચી છે. રિપોર્ટ પ્રમાણે લગભગ 20 થી 25 ગાડીઓના નુકસાનીની સૂચના મળી છે.
તો બીજી બાજુ શિમલાના ચિડગામમાં બગીચામાં કામ કરી રહેલી મજૂર મહિલા કાટમાળમાં ફસાઈ ગઈ છે. લેન્ડસ્લાઈડમાં નેપાળી મહિલા કાટમાળમાં દબાઈ ગઈ હતી.
3 દિવસમાં 3 જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડ
પાછલા ત્રણ દિવસોમાં હિમાચલ પ્રદેશના 3 જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડના કિસ્સા સામે આવ્યા છે. બુધવારે ચંબાના સલૂણીમાં ભારે વરસાદથી ગાડીઓ વહી ગઈ હતી. આ રીતે જ કૂલ્લૂના રાયસનમાં પણ મંગળવારે કાઈસમાં ફ્લેશ ફ્લડથી 1 યુવકનું મોત થયું હતું. તો ઘણી કારો નાળામાં વહી ગઈ હતી. 3 લોકો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. જણાવીએ કે હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદથી ઘણું નુકસાન થઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ગુરુવાર સવાર સુધીમાં શિમલા-રામપુર નેશનલ હાઈવે સહિત 735 રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત 224 જળ યોજનાઓ અને 990 વીજ ટ્રાન્સફોર્મ્સ બંધ થયા છે. ચંબા, કાંગડા અને મંડી-શિમલા જિલ્લાના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણાં વિસ્તારોમાં 20 થી 23 જુલાઈ સુધી ભારે વરસાદનું યેલ્લો એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. 24 જુલાઈ સુધી રાજ્યમાં ખરાબ વાતાવરણ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp