મગજ અદાણીનું અને પૈસા PM મોદીના, CM કેજરીવાલે લગાવ્યા ગંભીર આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર નિશાનો સાધ્યો છે. CM કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ભાષણ આપતા કહ્યું કે, જનતા GST આપે છે અને તે પૈસા PM મોદી પાસે જાય છે. કોંગ્રેસ જેટલું 75 વર્ષમાં ના લૂંટી શકી, તેના કરતા વધુ તેમણે (BJP) 7 વર્ષમાં લૂંટી લીધુ છે. હંમેશાં મગજ અદાણીનું હોય છે અને પૈસા PM મોદીના. વિધાનસભામાં સંબોધિત કરતા CM કેજરીવાલે કહ્યું કે, જે દિવસે અદાણી દુનિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ બન્યા હતા. તે દિવસે PM મોદી દુનિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ બન્યા હતા. હવે તેઓ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બનવા માંગે છે. કેજરીવાલે કહ્યું કે, અદાણી ગ્રુપની અંદર બધા પૈસા PM મોદીના જ લાગેલા છે.

CM કેજરીવાલે આગળ કહ્યું, વડાપ્રધાને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે સાથે મુલાકાત કરી અને જબરદસ્તી કરીને અદાણીને વિંડ પ્રોજેક્ટ અપાવી દીધો. આ પ્રોજેક્ટ તેમણે અદાણીને નથી અપાવ્યો પરંતુ, પોતે જ લીધો છે. જે રીતે આપણા દેશમાં પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટી હોય છે, એવી જ ત્યાંની એક કમિટીએ પોતાના વીજળી બોર્ડના ચેરમેનને બોલાવીને પૂછ્યું કે, અદાણીને આ પ્રોજેક્ટ શા માટે આપ્યો. તેણે કમિટીને જણાવ્યું કે, રાજપક્ષેએ તેને બોલાવીને કહ્યું હતું કે, PM મોદીનું ઘણું પ્રેશર છે કે પ્રોજેક્ટ અદાણીને આપવામાં આવે.

દિલ્હીના CMએ કહ્યું, બાંગ્લાદેશને 25 વર્ષો માટે 1500 મેગાવોટ વીજળી ખરીદવી હતી. આ પ્રોજેક્ટ પણ તેમણે (વડાપ્રધાન) અદાણીને અપાવી દીધો. જ્યારે તેઓ ઇઝરાયલ ગયા તો બધા રક્ષા સોદા અદાણીને અપાવી દીધા. બે-ત્રણ વર્ષ પહેલા 6 એરપોર્ટ્સની નીલામી થઈ. તેમા એક શરત હતી કે જેણે પહેલા એરપોર્ટ પર કામ કર્યું છે, કોન્ટ્રાક્ટ એને જ આપવામાં આવશે. પરંતુ, અંતિમ સમય પર શરત હટાવી દેવામાં આવી અને તમામ 6 એરપોર્ટ અદાણીને આપી દીધા.

CM કેજરીવાલે આગળ કહ્યું કે, થોડાં દિવસ પહેલા ઓર્ડર નિકળ્યો. બધા પાવર પ્લાન્ટે 10 ટકા કોલસો ઈમ્પોર્ટવાળો ખરીદવો પડશે અને ઇમ્પોર્ટ તો અદાણી જ કરે છે. તે કોલસો આપણા દેશના કોલસા કરતા 10 ગણો વધુ મોંઘો પડે છે. 67 વર્ષમાં ભારતની તમામ સરકારોએ મળીને 55 લાખ કરોડ રૂપિયાનું દેવુ લીધુ હતું. પરંતુ, 2014થી 2022 સુધી સાત વર્ષમાં 85 લાખ કરોડનું દેવુ લઈ લેવામાં આવ્યું. જેટલું 67 વર્ષોમાં લેવામાં આવ્યું હતું, તેના કરતા બે ગણું સાત વર્ષોમાં લઈ લેવામાં આવ્યું.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.