બોલો મણિપુરના CM જ કહે છે રોજ હિંસા થઈ રહી છે, રાજ્યમાં આ પ્રકારના સેકડો કેસ છે

PC: northeastindia.blog

મણિપુરમાં યૌન હિંસાને લઈને મુખ્યમંત્રી એન. બીરેન સિંહે હેરાન કરનારું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રી એન. બીરેન સિંહના જણાવ્યા મુજબ, રાજ્યમાં આ પ્રકારના સેકડો કેસ છે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, રોજ હિંસા થઈ રહી છે. ઘણા લોકો માર્યા ગયા. હજારો FIR થઈ છે. તમે લોકોને એક કેસ દેખાઈ રહ્યો છે, અહી સેકડો સિમિલર કેસ છે આ પ્રકારના. આ વીડિયો કાલે લીક થયો એટલે ઈન્ટરનેટ બેન કર્યું છે. આ અગાઉ વીડિયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી એન. બીરેન સિંહે 20 જુલાઇના રોજ પોતાનું મૌન તોડ્યું.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દોષીઓને મોતની સજા અપાવવાનો પ્રયાસ કરશે. તેમણે ન્યૂઝ એજન્સીએ વાત કરતા કહ્યું કે, અમે વીડિયો જોયો અને મને ખૂબ ખરાબ લાગ્યું. એ માનવતા વિરુદ્ધ ગુનો છે. મેં તરત પોલીસને દોષીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો અને રાજ્ય સરકાર આરોપીઓ માટે મોતની સજા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો. તેની સાથે જ મુખ્યમંત્રી એન. બીરેન સિંહે ઘટનાને લઈને ટ્વીટ પણ કરી. જેમાં તેમણે કહ્યું કે, વીડિયો સામે આવ્યાના તુરંત બાદ ઘટનાનું સ્વતઃ સંજ્ઞાન લેતા મણિપુર પોલીસ હરકતમાં આવી અને આજે સવારે પહેલી ધરપકડ કરવામાં આવી.

હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને અમે એ સુનિશ્ચિત કરીશું કે બધા ગુનેગારો વિરુદ્વ સખત કાર્યવાહી કરવામાં આવે, જેમાં મૃત્યુદંડની સંભાવના પર પણ વિચાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 20 જુલાઇની સવારે બીભત્સ ઘટનામાં સામેલ એક આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ 32 વર્ષીય ખુયરૂમ હેરાદાસના રૂપમાં થઈ છે. પોલીસ તેને આરોપી બતાવી રહી છે. તેની થોઉબલ જિલ્લાથી ધરપકડ કરવામાં આવી છે.

શું છે મામલો?

પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં ગામના સરપંચે આ ઘટનાની આખી જાણકારી આપવામાં આવી છે. ફરિયાદ મુજબ, 4 મેના રોજ બપોરે 3:00 વાગ્યાની આસપાસ લગભગ 900-1000 લોકોની ભીડ તેમના ગામ બી. ફીનોમ આવી, જે સંભવતઃ મેતેઈ સંગઠનના લોકો હતા. તેમની પાસે ભારે માત્રામાં ઓટોમેટિક હથિયાર હતા. એ લોકો ગામના ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ બાદ આગ લગાવી દીધી હતી. ભીડથી જીવ બચાવવા માટે 3 મહિલાઓ અને 2 પુરુષ જંગલ તરફ ભાગ્યા.

તેમને પોલીસની એક ટીમ બચાવીને પોલીસ સ્ટેશને લઈ જવા લાગી, પરંતુ એક ભીડે એ લોકોનો રસ્તો રોકી લીધો. હિંસક ભીડ પોલીસથી બળજબરીપૂર્વક આ પાંચ લોકોને છોડાવી લઈ ગઈ. પછી 56 વર્ષીય એક વ્યક્ત ભીડે મારી નાખ્યો. 21 વર્ષી, 42 વર્ષીય અને 52 વર્ષીય 3 મહિલાઓના કપડાં ફાડ્યા અને નિર્વસ્ત્ર કરીને જુલૂસ કાઢ્યું અને તેનો વીડિયો પણ બનાવ્યો. ત્યારબાદ આ ભીડ ધનના ખેતરો તરફ ગઈ, જ્યાં 21 વર્ષીય છોકરીનું તેના 19 વર્ષીય ભાઈ સામે ગેંગરેપ કરવામાં આવ્યો. ભાઈએ જ્યારે પોતાની બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેની હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ 3 મહિલાઓ કેટલાક લોકોની મદદથી ત્યાંથી ભાગી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp