CM શિંદે બોલ્યા-જો બાળાસાહેબ હોત તો અમિત શાહને ‘મિસ્ટર ઇન્ડિયા’ કહેત જેમણે...

PC: telegraphindia.com

માનહાનિના કેસમાં સુરતની કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને દોષી ઠેરવતા 2 વર્ષની સજા સંભળાવી છે. ત્યારબાદ તેમની સાંસદ સભ્યતા પણ રદ્દ થઇ ગઇ છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાનો સાધતા કહ્યું કે, તેઓ લોકતંત્રની લડાઇ લડી રહ્યા છે અને તેઓ ડરવાના છે. તેના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પલટવાર કર્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યની વિધાનસભામાં કહ્યું કે, રાહુલ ગાંધી વિદેશ જઇને કહે છે કે દેશમાં લોકતંત્ર જોખમમાં છે, પરંતુ જો જોખમમાં હોત તો શું ‘ભારત જોડો યાત્રા’ કાઢી શકતા?

તેમણે કહ્યું કે, કાશ્મીરમાં ઝંડો ફરકાવી શક્યા કેમ કે, ત્યાં આર્ટિકલ 370 હટી ગયું હતું. આ દરમિયાન તેમણે વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય અમિત સાટમ દ્વારા બૃહમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાયેલી કેટલીક કંપની દ્વારા ભ્રષ્ટાચારોના આરોપોની તપાસની જાહેરાત કરી. તેમણે આગળ કહ્યું કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહને વિલન કહી રહ્યા છો, તેમને મોગેમ્બો કહી રહ્યા છો, જો બાળાસાહેબ હોત તો અમિત શાહને ‘મિસ્ટર ઇન્ડિયા’ કહેતા, જેમણે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યું.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, તેમના માટે એમ કહેવું સારું નથી. મારી અંદર સત્તાની હવા નથી ગઇ. હું સામાન્ય વ્યક્તિ છું. રાજ્ય માટે દિલ્હી જવું પડે છે અને દિલ્હી જવાનું ગુનો નથી. સંસદમાં માફી માગવાના સવાલ પૂછવા પર રાહુલ ગાંધીએ સાવરકરનું નામ લીધું હતું. તેને લઇને પણ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદેએ કહ્યું કે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અન્ય પછાત વર્ગ (OBC) સમુદાય અને હિન્દુત્વ વિચારક વિનાયક દામોદર દાસ સાવરકરનું અપમાન કર્યું. તેમને તેના માટે સજા આપવી જોઇએ.

વિધાનસભામાં વિપક્ષ તરફથી ગયા અઠવાડિયે લાવવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, રાહુલ ગાંધીને જે કાયદા હેઠળ સાંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે, તેને UPA સરકારે બનાવ્યો હતો અને મોદી સરકારે માત્ર તેને લાગૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. રાહુલ ગાંધી વાયનાડ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, પરંતુ તેમને 24 માર્ચના રોજ લોકસભાની સભ્યતા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા. લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલી અધિસૂચના મુજબ 23 માર્ચથી અયોગ્યતા સંબંધિત પ્રભાવી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp