રાજસ્થાનના CM ગેહલોતે દાવો કર્યો છે કે, 'BJPમાં PM મોદી સામે બળવો થઈ શકે છે'

PC: aajtak.in

રાજસ્થાનના CM અશોક ગેહલોતે શનિવારે PM નરેન્દ્ર મોદીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)માં PM વિરુદ્ધ બળવો થઈ શકે છે. કારણ કે પાર્ટીમાં તેમનું સન્માન ઘટી ગયું છે. જોકે, તેમણે આ વાત કયા આધારે કહી તે સ્પષ્ટ થયું નથી. CM ગેહલોતે વધુમાં કહ્યું કે, BJPના કોઈપણ મોટા નેતાને પૂછો કે તેમની પાર્ટીની બેઠકોમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. અગાઉ તેમના પક્ષની સંસદીય દળની બેઠકમાં શું સ્થિતિ હતી. ત્યાં અત્યારે હવે કેવી હાલત થઈ ગઈ છે. તમે લોકો તે જાણી લેજો, તમને વાસ્તવિકતા ખબર પડી જશે. PM મોદીજીને લઈને પહેલા અને હમણાં કેવા પ્રકારની પરિસ્થિતિ બદલાઈ છે.

CM ગેહલોતે કહ્યું કે PM નરેન્દ્ર મોદી હવે તેમની જ પાર્ટીમાં માન ગુમાવી રહ્યા છે. આ તેમના માટે ચિંતાનો વિષય હોવો જોઈએ કારણ કે, જાહેરમાં તેમનું જે સન્માન હતું તે પહેલા કરતા ઘટી ગયું છે. એ તો ઠીક, પરંતુ હવે તેમની પાર્ટીમાં પણ તેમનું સન્માન સતત ઘટી રહ્યું છે.

તેમણે કહ્યું કે હું PM નરેન્દ્ર મોદીને પણ સમજાવવા માંગુ છું. તમે OBC સમુદાયમાંથી PM પદ સુધી પહોંચ્યા છો. ઓછામાં ઓછું OBCનું તો માન સન્માન રાખો. પરંતુ તેઓ જે રીતે વિચારે છે. ત્યાર પછી હવે તેમની પાર્ટી પણ તેમની વિરુદ્ધ થઈ ગઈ છે. તમારી સામે ધીમે ધીમે બળવો થઈ શકે છે.

CM ગેહલોતે કહ્યું કે, અમે સાંભળીએ છીએ કે, તેમની વચ્ચે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વચ્ચે કઈ મનમેળ નથી. પરંતુ અમને શું ફરક પડે, તેમની વચ્ચે બને કે ન બને. અમે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે ભારત દેશ એક અને અખંડ રહે. તેના માટે સમગ્ર દેશવાસીઓએ સમજવું જોઈએ, પછી ભલે તે કોઈપણ પક્ષ કે વિચારધારાનો હોય. દરેક વ્યક્તિએ દેશભક્તિ અને ભારત માતા માટે એકજૂટ રહેવું જોઈએ.

CM ગેહલોતે કહ્યું કે, હું ઈચ્છું છું કે, નવી પેઢીના લોકો પણ રાજનીતિમાં આવે, પરંતુ તેઓ સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારી સાથે પાર્ટીને સમર્પિત હોવા જોઈએ. તેનાથી તેમનું ભવિષ્ય જ નહીં પરંતુ દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે. પરંતુ જો તેની પ્રતિબદ્ધતા માત્ર પોસ્ટ લેવા પુરતી મર્યાદિત રહેશે, તો કઈ બનશે નહીં. હું કંઈક બની જાઉં, પોઝિશન લઇ લઉં અને બેસી જાઉં. ઘણા લોકોને પદો પણ મળે છે, પરંતુ આવા લોકો પક્ષ અને દેશનું ભલું કરી શકતા નથી. હું યુવાનોને પણ અપીલ કરવા માંગુ છું કે, તમે માત્ર અને માત્ર કામ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp