CM કન્યાદાન યોજના મજાક બની, હવન નહી, મંત્રો નહી, 7 ફેરા ફર્યા વગર જ ચેક આપી દીધા

PC: aajtak.in

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કન્યાદાન યોજનાને એક મજાક બનાવી દેવામાં આવી છે. ન કોઇ હવન, ન કોઇ મંત્રોચ્ચાર, ન કોઇ 7 ફેરા, 63 જોડાઓને માત્ર ચેક પકડાવીને લગ્નની રસમ પુરી કરી દેવામાં આવી હતી. માત્ર વર-વધુને માળા પહેરાવી અને બસ ચેક આપીને લગ્નની વાર્તા પુરી કરી દેવામાં આવી. કોઇ પણ કન્યા કે વર માટે લગ્નનો પ્રસંગએ જિંદગીનો સૌથી યાદગાર અને ભાવના સાથે જોડાયેલો પ્રસંગ હોય છે. પણ સરકારી તંત્રએ આને મજાક બનાવી દીધી છે.

મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ શનિવારે અક્ષય તૃતિયાના દિવસે મધ્ય પ્રદેશના શ્યોપુરમાં આયોજિત સરકારી સામૂહિક લગ્ન સંમેલન એક મજાક બનીને રહી ગઇ હતી. કારણ કે સંમેલનમાં પંડાલ ઉભો કરવામાં આવ્યો હતો. લગ્નના ફેરા માટે 63 હવન વેદીઓ પણ બનાવવામાં આવી હતી. પરંતુ હવન વેદીમાં અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ન હતો. ન  ફેરા ફરાવવામાં આવ્યા,માત્ર વર-કન્યા જ આવ્યા. તેઓએ એકબીજાને ગળામાં માળા પહેરાવી હતી અને વહીવટીતંત્ર દ્વારા આગેવાનો અને લોકપ્રતિનિધિઓના હસ્તે કન્યાદાન યોજનાની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમૂહ લગ્નમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના ધારાસભ્યે આ કાર્યક્રમને લઈને વહીવટીતંત્ર અને ભાજપ પર સવાલો ઉઠાવ્યા ત્યારે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો હતો. બીજી તરફ વહીવટીતંત્ર સંમેલન સંપૂર્ણ કાયદા અનુસાર યોજવાનો દાવો કરી રહ્યું છે.

મધ્ય પ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય બાબુ જંડેલનું કહેવું છે કે મને તો આ સમૂહ લગ્નમાં કોઇ વ્યવસ્થા જોવા ન મળી. માત્રા માળા પહેરાવીને 63 જોડાને ચેક વિતરણ કરી દીધા. મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં માત્ર ખાના પૂર્તિ કરવામાં આવી છે.

ભાજપના જિલ્લા અધ્યક્ષ સુરેન્દ્ર જાટનું કહેવું છે કે જેમણે સમૂહ લગ્નમાં ભાગ લીધો તેમને લાભ મળ્યો અને કન્યાઓને દરેકને 49 હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો, તો કોંગ્રેસના પેટમાં દુખાવો ન થવો જોઇએ.આયોજનની જવાબદારી સંભાળનારા જનપદ પંચાયત શ્યોપુરના પ્રભારી અભિષેક ત્રિવેદીએ કહ્યું હતું કે બધી વિધીઓ કરવામાં આવી હતી.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે CM કન્યાદાન યોજનાની પહેલ કરી હતી.જેમાં સરકાર તરફથી એક જોડા માટે 55 હજાર રૂપિયાની રકમ ફાળવવામાં આવે છે, જેમાંથી 49 હજાર રૂપિયાની રકમ કન્યાને અને બાકીને 6000 રૂપિયા વ્યવસ્થા માટે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ યોજના અંતર્ગત યોજાનાર લગ્ન સંમેલનમાં સામૂહિક લગ્નો થાય છે અને ફેરા અને નિકાહ એક જ પંડાલમાં થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp