નૂહ હિંસા પર CM ખટ્ટર: 2.7 કરોડની વસતી, 60,000 જવાન દરેકની સુરક્ષા ન કરી શકે

હરિયાણાના મેવાત-નૂહમાં થયેલી હિંસાને લઇ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, હિંસામાં જે પણ નુકસાન થયું છે તે ઉપદ્રવીઓ પાસેથી વસૂલવામાં આવશે. આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને નુકસાનીનો દાવો કરવા કહ્યું છે. તેઓ બોલ્યા કે, અમે પોર્ટલના માધ્યમથી લોકોને થયેલા નુકસાનનું આંકલન કરીશું. અમે સ્થિતિને ગંભીરતાથી લઇ રહ્યા છે. હું લોકોને શાંતિની અપીલ કરું છું.
મુખ્યમંત્રી કહે છે કે, રાજ્યની વસતી 2.7 કરોડ છે. અમારી પાસે 60 હજાર જવાન છે. એવામાં પોલીસ દરેક વ્યક્તિની સુરક્ષા કરી શકે નહીં. અમે પેરામિલિટ્રી ફોર્સની વધુ 4 કંપનીઓ માગી છે. પણ પોલીસ કે સેના કોઈપણ સુરક્ષાની ગેરેન્ટી લઇ શકે નહી. શાંતિ અને સદ્ભાવના રાખવાની જરૂર છે. નૂહમાં ગૌરક્ષાનો મુદ્દો છે. આ કેસમાં સુરક્ષાની જવાબદારી પોલીસની રહેશે. આ કેસમાં 100 જવાન તૈનાત કરવામાં આવ્યા છે. હું મુસ્લિમ યુવાઓને પ્રોત્સાહિત કરુ છું કે તેઓ ગૌરક્ષા માટે આગળ આવે.
તેઓ કહે છે કે, આ હિંસામાં 6 લોકોના મોત થયા છે. જેમાં 2 પોલીસકર્મી અને 4 નાગરિકો સામેલ છે. આ કેસમાં અત્યારસુધીમાં 116 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. તો 190 આરોપી કસ્ટડીમાં છે. અમે નક્કી કર્યું છે કે ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવશે અને તેમની પાસેથી નુકસાનીનું વળતર વસૂલવામાં આવશે. મોનૂ માનેસર પર રાજસ્થાન પોલીસે કેસ દાખલ કર્યો હતો, પણ અમારી પાસે કોઈ ઈનપુટ નથી. રાજસ્થાન પોલીસ આ કામમાં લાગી છે. બહારના વ્યક્તિની ભૂમિકા પર નજર રાખવામાં આવી રહી છે.
જાણ હોય તો, હરિયાણાના મેવાત જિલ્લાના નૂહમાં સોમવારે વિશ્વ હિંદૂ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની તરફથી કાઢવામાં આવેલી બ્રજમંડલ યાત્રા દરમિયાન હંગામો થઇ ગયો હતો. ઉપદ્રવીઓએ ઘણી ગાડીઓને આગમાં હોમી દીધી હતી. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હરિયાણાના મેવાત અને સોહનામાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસા જોતજોતામાં ગુરુગ્રામ, ફરિદાબાદ સુધી પહોંચી ગઇ. બંને સમુદાયોએ એકબીજા પર પથ્થરમારો કર્યો. લગભગ 90 ગાડીઓ આગમાં હોમી દેવામાં આવી. આ તણાવની શરૂઆત નૂહથી શરૂ થઇ. જ્યાં બ્રજમંડળ યાત્રા દરમિયાન બે સમૂહ વચ્ચે ટકરાવ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp