અતીકની હત્યા બાદ પહેલીવાર જાહેર સમારંભમાં બોલ્યા CM યોગી, જાણો શું કહ્યું

PC: aninews.in

માફિયા અતીક એહમદ અને તેના ભાઈની હત્યા બાદ યુપીના CM યોગી આદિત્યનાથનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હવે કોઈ અપરાધી વેપારીઓને ધમકાવી નહીં શકે. ઉત્તર પ્રદેશ સરકાર તમામ નિવેશકોની પૂંજીને સુરક્ષિત રાખવામાં સક્ષમ છે. CMએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ વર્ષ 2017 પહેલા દંગા માટે જાણીતું હતું. દર બીજા દિવસે દંગા થતા હતા. 2012થી 17ની વચ્ચે 700 કરતા વધુ દંગા થયા. પરંતુ, 2017 બાદ દંગાની નોબત નથી આવી અને હવે આજે કોઈપણ અપરાધી વેપારીઓને ધમકાવી નથી શકતો.

CM યોગીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના કલંકને અમે ભૂંસી નાંખ્યો છે. પહેલા કહેવામાં આવતું હતું, જ્યાંથી અંધારુ શરૂ થાય, ત્યાંથી ઉત્તર પ્રદેશ શરૂ થાય. આજે તે દૂર થઈ ગયુ છે. 75 માંથી 71 જનપદ અંધારામાં રહેતા હતા. આજે ઉત્તર પ્રદેશના ગામોમાં સ્ટ્રીટ લાઇટ્સ જગમગે છે.

ટેક્સટાઇલ્સ પાર્કને લઇને MoU કાર્યક્રમ દરમિયાન CM યોગીએ કહ્યું કે, તેઓ વડાપ્રધાનજીનો આભાર વ્યક્ત કરે છે. ઉત્તર પ્રદેશની ઓળખ જે વસ્ત્ર ઉદ્યોગ દ્વારા હતી અને આ ઉદ્યોગ માટે PM મિત્ર યોજનાની શરૂઆત માટે પ્રદેશને પસંદ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના પુરાતન ગૌરવને આપવા બદલ હૃદયથી આભાર. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ કૃષિ પ્રધાન રાજ્ય રહ્યું છે, અહીંની મોટી આબાદી કૃષિ પર નિર્ભર રહે છે. કૃષિ બાદ વસ્ત્ર ઉદ્યોગ પર મોટી નિર્ભરતા છે. લખનૌની ચિકનકારી, ભદોહીનો કારપેટ ઉદ્યોગ, કાનપુર વસ્ત્ર ઉદ્યોગનું હબ હતું. કાનપુર પ્રદેશ જ નહીં, દેશનું પણ મહત્ત્વપૂર્ણ શહેર હતું. પરંતુ, એક સમય આવ્યો, જ્યારે કાનપુરના ઉદ્યોગ બંધ થતા ગયા. હેન્ડલૂમ સેક્ટર પણ બંધ થઈ ગયુ. વિગત નવ વર્ષોમાં દેશે પ્રગતિ કરી છે.

CM યોગીએ કહ્યું કે, ઇન્વેસ્ટર સમિટમાં ઉત્તર પ્રદેશમાં નિવેશનો એક મોટો પ્રસ્તાવ પ્રાપ્ત થયો અને ઉત્તર પ્રદેશ આગળ જલ્દી દસ લાખ કરોડના નિવેશના પ્રસ્તાવોને પ્રાપ્ત કરવા માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની કરશે. નિવેશકોની રાજ્ય સરકાર દરેક જરૂરિયાત પૂર્ણ કરવાનું કાર્ય કરી રહી છે. સરકાર માનવીય હસ્તક્ષેપને ઝીરો સ્તર પર લઇ આવ્યા છીએ. અમે પૂરી પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યા છીએ. અમે કામદારો માટે ઇન્ટર્નશિપની પણ કામગીરી કરી રહ્યા છીએ, આવુ કદાચ જ એક-બે રાજ્યો કરી રહ્યા હશે. વસ્ત્ર ઉદ્યોગ અથવા અન્ય ઉદ્યોગ માટે અમે વીજળીને લઇને પ્રતિ યૂનિટ છૂટ પણ આપીશું. નિવેશકે કોઈ ઓફિસના ચક્કર કાપવા નહીં પડે તે માટે પણ સરકારે વ્યવસ્થા કરી છે. રાજ્ય સરકાર નિવેશકો માટે, તમારી પૂંજીને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે.

CM એ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં કનેક્ટિવિટી સારી થઈ છે, પૂર્વાંચલ અને બુંદેલખંડ એક્સપ્રેસ-વે સંચાલિત છે. અમારો પ્રયાસ છે કે ગંગા એક્સપ્રેસ વેને અમે કુંભ 2025 પહેલા શરૂ કરી દઈશું. ઉત્તર પ્રદેશ સરકાર તમામ નિવેશકોની પૂંજી સુરક્ષિત રાખવામાં સક્ષમ છે. આજે ઉત્તર પ્રદેશના દરેક જનપદની અલગ-અલગ પોતાની ઓળખ છે, અમે તેના ડિસ્પ્લેની પણ વ્યવસ્થા કરી છે. 2017 પહેલા માત્ર બે એરપોર્ટ હતા કારણ કે, કહેવાતુ હતું કે કોઈ આવશે જ નહીં, તો એરપોર્ટની શું જરૂર છે. ઉત્તર પ્રદેશ આજે ઝડપથી વધી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp