ચંપલ રીપેર કરવા ઘરે આવ્યો મોચી, શિક્ષકના પેટમાં ઘુસાડી દીધી કેંચી, કારણ નજીવું..

આગ્રાના ટ્રાન્સ યમુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે બપોરે લગભગ 11:00 વાગ્યે બૂટ, ચપ્પલ સારી કરનારા મોચીએ એક શિક્ષકના પેટમાં કેન્ચી ઘૂસેડી દીધી. તે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો. બૂમો સાંભળીને આવેલી પત્ની અને પાડોશીઓએ મોચીને પકડી લીધો. ત્યારબાદ તેને પોલીસના હવાલે કરી દીધો. પોલીસે મંગળવારે કેસ નોંધીને શાંતિભંગની કાર્યવાહી કરી.
શું છે મામલો?
દીપક બિહાર તેઢી બગિયાના રહેવાસી ઉમેશ ચંદ એક ખાનગી શાળામાં શિક્ષક છે. તેણે જણાવ્યું કે, સોમવારે લગભગ 11:00 વાગ્યે કોલોનીમાં એક મોચી ચપ્પલ, બૂટ સિવવાનો અવાજ લગાવી રહ્યો હતો. ઘર પાસે આવવા પર તેણે બોલાવ્યો અને તેને ચપ્પલમાં સિવવા કહ્યુ. ચપ્પલ જોયા બાદ મોચીએ હા કહી દીધી. તેણે તેને બીજી લાલ રંગની પટ્ટી લગાવવા કહ્યું તો મોચી નારાજ થઈ ગયો. ઉમેશ ચંદનું ગળું પકડીને જમીન પર પાડી દીધો. મારામારી કરતાં બેગમાંથી કેન્ચી કાઢીને ઉમેશ ચંદના પેટમાં ઘૂસેડી દીધો.
आगरा- घर के बाहर मोची को रोकना पड़ा भारी, जूते सिलने वाले सूजे से शिक्षक को गोदा, चप्पल सिलवाने को लेकर हुई थी कहासुनी, हमला होता देख क्षेत्रीय लोगों ने आरोपी को पकड़ा, सूचना पर पहुंची पुलिस ने मुकदमा दर्ज किया, ट्रांस यमुना के दीपक बिहार कॉलोनी का मामला.#Agra
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) May 31, 2023
તે ઇજાગ્રસ્ત થઈ ગયો. બુમરાણ સાંભળીને આવેલી પત્ની અને પાડોશીઓએ ઉમેશ ચંદને મોચીથી બચાવ્યો. એક રિપોર્ટ મુજબ, પરિવાર અને આસપાસના લોકોએ મોચીને પકડવાનો પ્રયાસ કર્યો તો તે ધમકી આપતા ભાગી નીકળ્યો. ત્યારબાદ તેને પકડીને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો. ટ્રાન્સ યમુના પોલીસ સ્ટેશનના પ્રભારી આનંદ પ્રકાશે જણાવ્યું કે, કેસ નોંધીને શાંતિ ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીનું નામ વિજય છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ભગત સિંહ કોલોની સાદાબાદ જનપદ હાથરસનો રહેવાસી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp