ઠંડા પીણાં અને નાસ્તો! ફ્લાઇટમાં એવું શું થયું કે BJPના નેતાને ગુસ્સો આવ્યો

PC: indiatoday.in

BJP નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વપન દાસગુપ્તાનું કહેવું છે કે, તેમને ફ્લાઈટ દરમિયાન ખાવાને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ અંગે તેણે ફરિયાદ પણ કરી હતી. દાસગુપ્તાએ ઈન્ડિયો એરલાઈન્સ પર આરોપ લગાવ્યો છે કે, જો કોઈ યાત્રી કોલ્ડ ડ્રિંક લેવા માંગે છે તો તેના માટે તેની સાથે તેણે નાસ્તો પણ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે, જે કોઈ પણ રીતે યોગ્ય નથી. તેમણે કહ્યું કે, ફ્લાઇટમાં કોઈ યાત્રી ફક્ત કોલ્ડ ડ્રિંક્સ જ ખરીદી શકતો નથી. તેણે પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો હતો. સાથે જ તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ ટેગ કર્યા હતા.

પૂર્વ સાંસદ સ્વપન દાસગુપ્તાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, 'મને ઈન્ડિગોની ફ્લાઈટ દરમિયાન ઉડાન દરમિયાન વચ્ચે ખબર પડી કે, યાત્રા દરમિયાન તમે ફક્ત કોલ્ડ ડ્રિંક્સ જ ખરીદી શકતા નથી. એરલાઈન્સે તમારે તેની સાથે નાસ્તો પણ ખરીદવો પડશે તેવું ફરજિયાત બનાવ્યું છે, પછી ભલે તમે તેની સાથે નાસ્તો ખરીદવા ઈચ્છો છો કે નહિ. આ એક પ્રકારની બળજબરી છે અને હું મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને વિનંતી કરું છું કે, મુસાફરોની પસંદગીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. મુસાફરો પર વધારાની વસ્તુઓ માટેનું દબાણ (વધારાની ચીજ વસ્તુઓ ખરીદવાનું દબાણ) બંધ કરવું જોઈએ.' લોકોએ તેમની આ પોસ્ટને ઘણી પસંદ કરી. અને તેઓ આના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

લોકોએ તેમને થયેલા આ જ પ્રકારના અનુભવો પણ શેર કર્યા છે. એક યુઝરે દાવો કર્યો હતો કે, ઈન્ડિગો ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં ખાવાનું આપતું નથી. અન્ય એક યુઝરે કહ્યું કે, એરલાઈન પેકેજ્ડ ડ્રિંક આપતી નથી પરંતુ તેને ગ્લાસમાં નાખીને આપે છે અને મુસાફરો ફ્લાઈટમાં પાણી પણ ખરીદી શકતા નથી. જો કે, કેટલાક યુઝર્સનું કહેવું છે કે તેમણે ઘણી વખત ફ્લાઈટમાં ખાવાની વસ્તુઓ પણ ખરીદી છે. BJP નેતાની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે હજુ સુધી ન તો ઈન્ડિગો કે ન તો કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા બંને માંથી કોઈની પણ પ્રતિક્રિયા સામે આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp