
બિહારની એક કોલેજના આચાર્યને વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરવાનું ભારે પડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થવાને કારણે હોબાળો મચ્યો છે. સોશિયલ મીડિયા પર એક ગીત ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પતલી કમરીયા મોરી….હાય, હાય. આના પર હજારો-લાખો લોકોએ રીલ પણ બનાવી છે. લેટેસ્ટ વીડિયો બિહારના ભાગલપુરનો સામે આવ્યો છે. વર્ગખંડના લોકો નહીં, પરંતુ વિદ્યાર્થીઓની સાથે કોલેજના આચાર્ય ડાન્સ કરી રહ્યા છે તેવો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં આચાર્ય અને પ્રોફેસર્સ પણ ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે તેને કારણે અનેક સવાલો ઉઠ્યા છે.
એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, આ વીડિયો ભાગલપુરના નવગાચિયા રંગરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની મદરુનીની એક ખાનગી કોલેજનો છે. કોલેજમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
पतली कमरिया बोले हाय हाय...!रितेश पांडे के इस ट्रेंडिंग भोजपुरी गीत पर लोग इन दिनों खूब रील्स बना रहे हैं. इस गीत पर भागलपुर के एक निजी स्कूल में बनाए गए इस रील्स में छात्र- छात्राओं के साथ-साथ स्कूल के शिक्षक भी दिख रहे हैं. रील्स वायरल पर विवाद. Edited by @SunilMi20599975 pic.twitter.com/04FoT1ONeC
— Prakash Kumar (@kumarprakash4u) December 28, 2022
વીડિયોમાં કોલેજના પ્રિન્સિપાલ અને અન્ય પ્રોફેસર્સ એક બાજુ ખુરશી પર બેઠેલા જોવા મળે છે. કેટલાક વિદ્યાર્થીઓ તેમની સામે 'પતલી કમરિયા મોરી' ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. આના પર પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકો 'આય-હાય-હાય' પર ડાન્સ કરે છે. રિપોર્ટ અનુસાર, કોલેજમાં કામ કરતા સંજય નામના વ્યક્તિનું કહેવું છે કે આ વીડિયો તેની કોલેજનો છે અને તેને ફેકલ્ટી રૂમમાં શૂટ કરવામાં આવ્યો હતો. જો કે, કોલેજના ડાયરેક્ટર રાજીવ રંજન પાસેથી આ વીડિયો અંગે માહિતી લેવામાં આવી તો તેમણે કહ્યું કે, આ વીડિયો તેમની કોલેજનો નથી.
વીડિયો અંગે રાષ્ટ્રીય જનતા દળના જિલ્લા પ્રવક્તા કમ મીડિયા ઈન્ચાર્જ વિશ્વાસ ઝાએ જણાવ્યું હતું કે,આ વાયરલ વીડિયોની સંબંધિત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા તપાસ થવી જોઈએ. કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા આવા ગીતો પર ડાન્સ કરવો એ પોતે જ ઘૃણાસ્પદ કૃત્ય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, આવી સંસ્થાઓ અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે. આ અંગે કડક કાર્યવાહી થવી જોઈએ.
दिल्ली पुलिस के एक SHO ने 'मेरे बलमा थानेदार' गाने पर जमकर डांस किया. pic.twitter.com/IZLbA9hrsT
— Asheesh Kumar Mishra (@Asheesh17604450) December 20, 2022
ભૂતકાળમાં પણ આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા જેમાં ફરજ પરના સરકારી કર્મચારીઓએ રીલ પર વીડિયો બનાવ્યો હતો અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. લગભગ એક અઠવાડિયા પહેલા દિલ્હીનો એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં નારાયણ પોલીસ સ્ટેશનના SHO શ્રીનિવાસ 'મેરા બાલમ થાનેદાર ચલાવે જીપ્સી' ગીત પર ડાન્સ કરી રહ્યા હતા. તેમના પરિવારમાં રિંગ સેરેમની હોવાનું જાણવા મળ્યું હતું. એ જ ફંક્શનમાં શ્રીનિવાસે ડાન્સ કરવાનું શરૂ કર્યું, તે પણ યુનિફોર્મ પહેરીને.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp