સુપ્રીમ કોર્ટે બંધારણને હાઇજેક કર્યું, કાયદામંત્રીએ પૂર્વ જજનું નિવેદન શેર કર્યુ

ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત કોલેજિયમ સિસ્ટમને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. કોલેજિયમના વિવાદ વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ આરએસ સોઢીનું નિવેદન શેર કર્યું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ભૂતપૂર્વ ન્યાયાધીશની ટિપ્પણીઓને ટાંકીને કહ્યું, આ સૌથી વધુ સમજદાર અભિગમ છે.

દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આરએસ સોઢીએ 'લોસ્ટ્રીટ ભારત' યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ન્યાયાધીશોની નિમણૂક અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે ન્યાયાધીશોની નિમણૂકમાં કોલેજિયમ સિસ્ટમનો વિરોધ કર્યો હતો. ભૂતપૂર્વ જસ્ટિસ આર.એસ.સોઢીએ કહ્યું હતું કે જજોની નિમણૂક પોતે જ કરશે, સરકારની આમાં કોઈ ભૂમિકા નહીં હોય. સુપ્રીમ કોર્ટે આ રીતે બંધારણને હાઈજેક કર્યું છે.

ભૂતપૂર્વ ન્યાયાધીશે કહ્યું હતું કે,જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે તેમાં એક સિસ્ટમ હતી. એક આખું ચેપ્ટર હતું કે જજની નિમણુંક કેવી રીતે થાય છે? જે લોકો એમ કહે છે કે આ સિસ્ટમ ગેરબંધારણીય છે, તેઓ બંધારણમાં સુધારાની વાત કરી શકે છે. આ સુધારો તો સંસદ જ કરશે, પરંતુ સુપ્રીમ કોર્ટે બંધારણને જ હાઈજેક કર્યું છે. તેઓએ કહ્યું કે અમે જાતે જ નિમણૂક કરીશું અને તેમાં સરકારનો કોઈ હાથ નહીં હોય.

કોલેજિયમ અંગે પૂર્વ જસ્ટિસ સોઢીએ કહ્યું કે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ હેઠળ આવતી નથી. તે દરેક રાજ્યની સ્વતંત્ર સંસ્થા છે. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કરે છે અને સુપ્રીમ કોર્ટના જજ પોતાને જ એપોઇન્ટ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ જેને જ્યાં મોકલવા માંગે છે  ત્યાં ટ્રાન્સફર કરી દે છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટના ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટ તરફ જોવા માંડે છે.  આ આપણા બંધારણમાં ક્યારેય કહેવામાં આવ્યું નથી.

પૂર્વ જસ્ટિસ સોઢીના નિવેદનને શેર કરતા કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે, દેશના મોટાભાગના લોકોનો આ સમજદાર અભિપ્રાય છે. તેમને એવું પણ લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં જનતાનો પ્રતિનિધિ હોવો જોઈએ. ભારતીય લોકતંત્રની અસલી ખુબસુરતી તેની સફળતા છે.  જનતા પોતાના પ્રતિનિધિઓના માધ્યમથી સ્વંય શાસન કરે છે. ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે અને કાયદો બનાવે છે. આપણી ન્યાય પાલિકા સ્વતંત્ર છે, પરંતુ આપણું બંધારણ સર્વોચ્ય છે.

About The Author

Related Posts

Top News

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.