
ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત કોલેજિયમ સિસ્ટમને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. કોલેજિયમના વિવાદ વચ્ચે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ આરએસ સોઢીનું નિવેદન શેર કર્યું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ભૂતપૂર્વ ન્યાયાધીશની ટિપ્પણીઓને ટાંકીને કહ્યું, આ સૌથી વધુ સમજદાર અભિગમ છે.
દિલ્હી હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આરએસ સોઢીએ 'લોસ્ટ્રીટ ભારત' યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ન્યાયાધીશોની નિમણૂક અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે ન્યાયાધીશોની નિમણૂકમાં કોલેજિયમ સિસ્ટમનો વિરોધ કર્યો હતો. ભૂતપૂર્વ જસ્ટિસ આર.એસ.સોઢીએ કહ્યું હતું કે જજોની નિમણૂક પોતે જ કરશે, સરકારની આમાં કોઈ ભૂમિકા નહીં હોય. સુપ્રીમ કોર્ટે આ રીતે બંધારણને હાઈજેક કર્યું છે.
एक जज की नेक आवाज: भारतीय लोकतंत्र की असली खूबसूरती इसकी सफलता है। जनता अपने प्रतिनिधियों के माध्यम से स्वयं शासन करती है। चुने हुए प्रतिनिधि लोगों के हितों का प्रतिनिधित्व करते हैं और कानून बनाते हैं। हमारी न्यायपालिका स्वतंत्र है लेकिन हमारा संविधान सर्वोच्च है।
— Kiren Rijiju (@KirenRijiju) January 22, 2023
ભૂતપૂર્વ ન્યાયાધીશે કહ્યું હતું કે,જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે તેમાં એક સિસ્ટમ હતી. એક આખું ચેપ્ટર હતું કે જજની નિમણુંક કેવી રીતે થાય છે? જે લોકો એમ કહે છે કે આ સિસ્ટમ ગેરબંધારણીય છે, તેઓ બંધારણમાં સુધારાની વાત કરી શકે છે. આ સુધારો તો સંસદ જ કરશે, પરંતુ સુપ્રીમ કોર્ટે બંધારણને જ હાઈજેક કર્યું છે. તેઓએ કહ્યું કે અમે જાતે જ નિમણૂક કરીશું અને તેમાં સરકારનો કોઈ હાથ નહીં હોય.
કોલેજિયમ અંગે પૂર્વ જસ્ટિસ સોઢીએ કહ્યું કે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ હેઠળ આવતી નથી. તે દરેક રાજ્યની સ્વતંત્ર સંસ્થા છે. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કરે છે અને સુપ્રીમ કોર્ટના જજ પોતાને જ એપોઇન્ટ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ જેને જ્યાં મોકલવા માંગે છે ત્યાં ટ્રાન્સફર કરી દે છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટના ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટ તરફ જોવા માંડે છે. આ આપણા બંધારણમાં ક્યારેય કહેવામાં આવ્યું નથી.
પૂર્વ જસ્ટિસ સોઢીના નિવેદનને શેર કરતા કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે, દેશના મોટાભાગના લોકોનો આ સમજદાર અભિપ્રાય છે. તેમને એવું પણ લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં જનતાનો પ્રતિનિધિ હોવો જોઈએ. ભારતીય લોકતંત્રની અસલી ખુબસુરતી તેની સફળતા છે. જનતા પોતાના પ્રતિનિધિઓના માધ્યમથી સ્વંય શાસન કરે છે. ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે અને કાયદો બનાવે છે. આપણી ન્યાય પાલિકા સ્વતંત્ર છે, પરંતુ આપણું બંધારણ સર્વોચ્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp