ઓટો, સ્કૂલ બસ વચ્ચે ટક્કર, લગ્નમાંથી પરત ફરતા કુટુંબના 5ના મોત, 5 ઈજાગ્રસ્ત

PC: jagran.com

હરિયાણાના પલવલમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં લગ્ન સમારોહમાં હાજરી આપીને ઓટોમાંથી પરત ફરી રહેલા એક જ પરિવારના 5 સભ્યોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા હતા અને પાંચ જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

સૂત્રો તરફથી એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ઓટો અને સ્કૂલ બસ વચ્ચે સામસામે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી માલ્ટા પોલીસે ઘટના સ્થળે આવીને બસને પોતાના કબજામાં લઈ તપાસ શરૂ કરી દીધી હતી. અકસ્માત બન્યાની ઘટના બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઇ ગયો છે, પોલીસ જેની શોધ ચલાવી રહી છે.

આ ઘટના અંગે વધુ માહિતી આપતાં પલવલના DSP વિજયપાલે જણાવ્યું હતું કે, પલવલના અસાવતા ગામમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપીને ગામ સુલતાનપુર અને ઘરરોટના રહેવાસીઓ એક જ પરિવારના એક ડઝન જેટલા લોકો પરત ફરી રહ્યા હતા. ઓટો જેવી પલવલ-હસનપુર રોડ પર છજ્જુનગર ગામથી થોડી આગળ પહોંચી કે તરત જ, એક ખાનગી સ્કૂલની બસ ઓટોની જોરદાર ટક્કર થઇ ગઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, ઓટોમાં સવાર લોકોમાં ચીખ પુકાર મચી ગઈ હતી. અને તેમાંથી અડધા ઉછળીને આમ તેમ વિખેરાઈ ગયા હતા. અકસ્માત પછી ત્યાં હાજર સ્થાનિક લોકોએ 112 પર પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસે ઘાયલોને સારવાર માટે નજીકની જિલ્લા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા અને મામલાની તપાસ શરૂ કરી હતી.

પોલીસે જણાવ્યું કે, ઓટોમાં લગભગ 10 લોકો સવાર હતા. જેમાંથી પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોમાં પ્રમોદ (25), મોહરપાલ (30) ઓટો ડ્રાઈવર, અંજલિ (17), ચારુલ (14), યાશિકા (7)નો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બસમાં સ્કૂલના બાળકો પણ સવાર હતા પરંતુ તેમને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં મૂકી રાખ્યા છે. આ અકસ્માત બાદ મૃતકના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

ઘટના બાદ પલવલના ધારાસભ્ય દીપક મંગલા ઘાયલોને મળવા જિલ્લા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના આપી. આ સાથે પૂર્વ મંત્રી કરણ દલાલ પણ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp