દિવાળી પહેલા મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો

PC: Lp

આજથી નવેમ્બર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે અને દિવાળી પહેલા જ મહિનાના પહેલા દિવસે કરવાચોથ તહેવાર પર LPG સિલિન્ડર પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો કર્યો છે.

નવેમ્બરના પહેલા જ દિવસે મોંઘવારીનો માર નાગરિકો પર પડ્યો છે. સરકારી તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવ વધારી દીધા છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ સિલિન્ડરની કિંમતને 101.50 રૂપિયા વધારી દેવામાં આવી છે. ફેસ્ટિવ સીઝનમાં ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી ગ્રાહકોને મોટો ફટકો લાગશે. તો એવિએશન ફ્યૂલની કિંમતોમાં કાપ મૂકવામાં આવ્યો છે. તેની કિંમતને 1074/KL ઘટાડી દેવામાં આવી છે. જોકે, એવિએશન ફ્યૂલની કિંમતની અસર ફ્લાઇટ ટિકિટોની કિંમતો પર કદાચ જ જોવા મળે. કારણ કે ડિમાન્ડ વધારે હોવાથી પહેલેથી જ એર ટિકિટ્સ મોંઘી છે. ઈન્ડિગોએ તો ફ્યૂલ સરચાર્જ પણ લગાવ્યું છે.

19 કિલોના સિલિન્ડરની આ થઇ કિંમત

હાલના ભાવ વધારાથી હવે 19 કિલોના કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર દિલ્હીમાં 1833 રૂપિયાનો થઇ ગયો છે. જે પહેલા 1731 રૂપિયામાં મળી રહ્યો હતો. મુંબઈની વાત કરીએ તો, અહીં કમર્શિયસ એલપીજી સિલિન્ડર 1785.50 રૂપિયામાં મળશે. કોલકાતામાં આ ગેસ સિલિન્ડરની કિંમત 1943 રૂપિયા થઇ ગઇ છે. તો ચેન્નઈમાં ભાવ 1999.50 રૂપિયા થઇ ગયો છે.

કમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ

દિલ્હી      1833 રૂપિયા

મુંબઈ      1785.50 રૂપિયા

કોલકાતા   1943 રૂપિયા

ચેન્નઈ      1999.50 રૂપિયા

ગયા મહિને પણ કિંમત વધી હતી

ઓક્ટોબરમાં સરકારી તેલ કંપનીઓએ કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 209 રૂપિયાનો વધારો કર્યો હતો.

રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો નથી

જોકે, રસોઈમાં ભોજન બનાવવા માટે કામ આવનારા LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ 903 રૂપિયા જ છે. જે જૂની કિંમતે જ મળી રહ્યો છે.

નરેન્દ્ર મોદી સરકારે 30 ઓગસ્ટના રોજ ઘરેલૂ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાનો કાપ સામાન્ય નાગરિકો માટે કર્યો હતો. જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સબસિડીને 200 રૂપિયાથી વધારીને 400 રૂપિયા કરી દીધી હતી. આ લાભાર્થીઓને ત્યાર પછી પણ 100 રૂપિયાનો વધુ લાભ આપવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકો માટે 14.2 કિલોવાળા LPG સિલિન્ડર દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નઈમાં 918.50 રૂપિયા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp