ઈન્ડિયા ટીવી-CNX ઓપિનિયન પોલ આવ્યો સામે, જાણો કર્ણાટકમાં કોની બનશે સરકાર
વિપક્ષી પાર્ટી કોંગ્રેસ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઊભરી શકે છે, પરંતુ 8 સીટોના કારણે તેને સ્પષ્ટ બહુમત મળતું દેખાઈ રહ્યું નથી. રવિવારે સાંજે ઈન્ડિયા ટીવી ચેનલ પર ઈન્ડિયા ટીવી CNX ઓપિનિયન પોલ પ્રસારિત કરવામાં આવ્યું. પોલ મુજબ, કર્ણાટક વિધાનસભાની 224 સીટોમાંથી કોંગ્રેસ 105 સીટો જીતી શકે છે, જ્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) 85 સીટો પર જ જીત હાંસલ કરી શકે છે. તો જનતા દળ (S)ના ખાતામાં 32 સીટો આવી શકે છે અને અન્યને 2 સીટ મળી શકે છે.
વર્ષ 2018ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 104, કોંગ્રેસને 80, જનતા દળ (S)ને 37 અને અન્યને 3 સીટ મળી હતી. ઓપિનિયન પોલમાં વોટ શેરના અનુમાન દેખાડે છે કે કોંગ્રેસને 40.32 ટકા, ભાજપને 35.5 ટકા, જનતા દળ (S)ને 17.81 ટકા અને અન્યને 6.37 ટકા વોટ મળી શકે છે. વર્ષ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસને 38.4 ટકા, ભાજપને 36.22 ટકા, જનતા દળ (S)ને 18.36 ટકા અને અન્યને 7.38 ટકા વોટ મળ્યા હતા.
જાતિ અને સમુદાય આધારિત વોટ શેર:
અનુમાનોથી ખબર પડી છે કે, જાતિ અને સમુદાયો મુજબ, કોંગ્રેસને 75.3 ટકા કુરુબા વોટ, 15.11 ટકા લિંગાયત વોટ, 17.57 ટકા વોંક્કાલિગા વોટ, 40.56 ટકા વોટ અનુસૂચિત જાતિ (SC), 42.35 ટકા અનુસૂચિત જનજાતિ (ST) વોટ અને 78 ટકા મુસ્લિમ વોટ વોટ મળી શકે છે. બીજી તરફ ભાજપને 15.14 ટકા કુરુબા વોટ, 75.8 ટકા લિંગાયત વોટ, 17.39 ટકા વોંક્કાલિગા વોટ, 39.6 ટકા અનુસૂચિત જાતિ (SC) વોટ, 51.7 ટકા OCB વોટ, 32.18 ટકા અનુસૂચિત જનજાતિ વોટ અને માત્ર 2.07 ટકા અન્ય જાતિ અને સમુદાય વોટ મળી શકે છે. પોલ મુજબ જનતા દળ (S)ને 56 ટકા વોંક્કાલિગા વોટ મળી શકે છે.
ક્ષેત્રવાર વોટ શેરનો અનુમાન:
ઈન્ડિયા ટીવી CNX પોલ અનુમાન મુજબ, ક્ષેત્રવાર વોટ શેરની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસને ગ્રેટર બેંગ્લોરની કુલ 32 સીટોમાંથી 15-15 સીટ મળી શકે છે, જ્યારે જનતા દળ (S)ને 2 સીટ મળી શકે છે. મધ્ય કર્ણાટકમાં કુલ 21 સીટો છે, જેમાંથી ભાજપને 13 અને કોંગ્રેસ 8 સીટ જીતી શકે છે. હૈદરાબાદ કર્ણાટક ક્ષેત્રમાં કુલ 40 સીટો છે, જેમાંથી કોંગ્રેસ 32 સીટો પર જીત હાંસલ કરી શકે છે, ભાજપ 6 અને જનતા દળ (S) 2 સીટ જીતી શકે છે.
જૂના મૈસુરમાં 62 સીટો છે જેમાંથી કોંગ્રેસ 26 સીટો જીતી શકે છે, જનતા દળ (S) 28 સીટો જીતી શકે છે અને ભાજપ માત્ર 7 સીટો જીતી શકે છે. બચેલી એક સીટ પર અન્યને જીત મળી શકે છે. 19 સીટોવાળ તટિય કર્ણાટકમાં ભાજપ 15 અને કોંગ્રેસ 4 સીટો જીતી શકે છે. બોમ્બે કર્ણાટક ક્ષેત્રમાં 50 સીટો છે, જેમાં ભાજપ 29 સીટ જીતી શકે છે, કોંગ્રેસ 20 અને અન્યને એક સીટ પર જીત મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp