કેપ્ટન અમરિંદર તમે હેલિકોપ્ટરનું 3.5 કરોડ ભાડું ચુકવો:કોંગ્રેસ નેતાએ માગ કરી

PC: indiatoday.in

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર કોંગ્રેસ નેતાએ મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે કેપ્ટન, તમે જે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે તેનું 3.5 કરોડ રૂપિયા ભાડું ભર્યું નથી, તે હવે ચુકવી દો.

પંજાબના કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાએ પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ પર હેલિકોપ્ટરનું ભાડું ન ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જો તેઓ ભાડું ન ચુકવે તો બાકીની રકમ ભાજપે ચુકવી દેવી જોઇએ.

રાજકારણમાં સમય અને સંજોગો કેટલા બદલાતા રહે છે, તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નથી. પંજાબના રાજકારણમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાએ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ભાજપના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંહ પર મોટા આરોપો લગાવ્યા છે. બાજવાએ ટ્વીટમાં લખ્યું છે કે કેપ્ટન અમરિંદરે ચોપર ટેક્સી હાયરિંગ કંપનીના લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયા આપ્યા નથી.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં કોંગ્રેસને શાનદાર જીત અપાવી હતી. પંજાબમાં 13 સીટ પરથી 8 સીટ પર કોંગ્રેસની જીત થઇ હતી. એ સમયે કેપ્ટન અમરિંદર સિંહે એક ખાનગી કંપની પાસેથી ચોપર ભાડે લીધું હતું અને ચોપર દ્રારા તેમણે અલગ અલગ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

હવે કોંગ્રેસ નેતા પ્રકાશ બાજવાએ એક ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે ચોપરનું 2.1 કરોડ રૂપિયા ભાડું થયું હતું, જે મુળ રકમ હવે વધીને 3.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે.બાજવાએ કહ્યું કે, જો કેપ્ટન અમરિંદર સિંહ ચોપરનું બાકી ભાડું નહીં ચુકવશે તો તેઓ ભાજપના હાઇકમાન્ડને આ વિશે અપીલ કરશે. તેમણે કહ્યું કે કેપ્ટન  નહીં ચુકવે તો ભાજપે  ભાડું ચુકવી દેવું જોઇએ.

કોંગ્રેસ નેતા બાજવાએ પોતાના ટ્વીટમાં આગળ લખ્યુ કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેપ્ટન અમરિંદર સિંહે તેમના પોતાના મિત્ર લેફ્ટનન્ટ અનિલ રાજની મદદથી હેલિકોપ્ટર ટેક્સી હાયરીંગ કંપની પાસેથી ચોપર ભાડા પર લીધું હતું અને પછી એનું ભાડું ચુકવ્યું નહીં. લેફ્ટનન્ટ કર્નલ અનિલ રાજ 4 વર્ષથી ભાડાની રાહ જોઇ રહ્યા છે.કોંગ્રેસ આ પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર સરકારી હેલિકોપ્ટરના દુરપયોગનો આરોપ લગાવી ચૂકી છે.

બાજવાઅ કેપ્ટન પર નિશાન સાધાની કીધું છે કે તમે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે તો ભાડું તમારે ચુકવવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp