કર્ણાટકમાં વોટિંગ પહેલા મુશ્કેલીમાં કોંગ્રેસ, ચૂંટણી પંચે ખડગેને આપી નોટિસ

PC: aajtak.in

કર્ણાટક વિધાનસભાનો ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત થઈ ગયો છે. હવે 10 મેના રોજ મતદાન થશે. આ અગાઉ કોંગ્રસની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. ચૂંટણી પંચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને નોટિસ આપી છે. કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પર સોનિયા ગાંધીનું ‘સંપ્રભુતા’વાળું નિવેદન પોસ્ટ કરવામાં આવ્યું હતું. આ બાબતે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હવે ચૂંટણી પંચે ખડગે પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે કે રેક્ટિફાઈ કરવા માટે કહ્યું છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ રાજનૈતિક પાર્ટી તરફથી કરવામાં આવેલા શપથનું ઉલ્લંઘન છે.

ચૂંટણી પંચે મલ્લિકાર્જૂન ખડગેને કર્ણાટક રાજ્યના સંદર્ભમાં ‘સંપ્રભુતા’ શબ્દનો ઉલ્લેખ કરતા સોશિયલ મીડિયા પોસ્ટને સ્પષ્ટ કરવા અને સુધારવા માટે કહ્યું છે. 8 મે 2023ના રોજ ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ, ડૉ. જિતેન્દ્ર સિંહ, તરુણ ચુઘ, અનિલ બલૂની અને ઓમ પાઠકે એક ટ્વીટ કરી હતી અને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેમાં કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી 6 મે 2023ની રાત્રે 9:46 વાગ્યે કરવામાં આવેલી ટ્વીટ પર ધ્યાન દોર્યું હતું.

કોંગ્રેસની ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે, ‘કોંગ્રેસ સંસદીય દળ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધીજીએ 6.5 કરોડ કન્નડિગોને એક મોટો સંદેશ મોકલ્યો: કોંગ્રેસ કોઈને પણ કર્ણાટકની પ્રતિષ્ઠા, સંપ્રભુતા કે અખંડતા માટે જોખમ ઉત્પન્ન કરવાની મંજૂરી આપતી નથી.’ કર્ણાટક દેશનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ રાજ્ય છે અને ભારતના સંઘના એક સભ્ય રાજ્યની સંપ્રભુતાની રક્ષા માટે કોઈ પણ આહ્વાન અલગતા માટે આહ્વાન છે અને ખતરનાક તેમજ હાનિકારક પરિણામોથી ભરેલો છે. એ સિવાય ભાજપની ફરિયાદ મુજબ, ઉપરોક્ત ટ્વીટ જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29 (A) (5) હેઠળ રાજનીતિક દળો દ્વારા લેવામાં આવેલા અનિવાર્ય શપથનું ઉલ્લંઘન છે.

સંઘ કે સંસ્થા કાયદા દ્વારા સ્થાપિત ભારતના સંવિધાન અને સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકતંત્રના સિદ્ધાંતો પ્રત્યે સાચી આસ્થા અને નિષ્ઠા રાખશે અને ભારતની સંપ્રભુત, એકતા અને અખડતાને બનાવી રાખશે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોનો દોર ચાલી રહ્યો છે. હાલમાં જ ભાજપે કોંગ્રેસની જાહેરાત પર આપત્તિ દર્શાવી હતી અને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસે પણ ભાજપના સમાચાર પત્રોમાં આપેલી જાહેરાતને લઈને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી અને રાજ્યના ભાજપ અધ્યક્ષને નોટિસ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp