અમિત શાહ સામે FIR થઈ, શાહે કહેલું- જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રમખાણો થશે

PC: twitter.com

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થવાનું છે. કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ સામે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસના નેતાઓએ કર્ણાટકમાં અમિત શાહ વિરુદ્ધ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ DK શિવકુમારે પણ અમિત શાહના ઉશ્કેરણીજનક નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થવાનું છે. BJP-કોંગ્રેસની સાથે કર્ણાટકના તમામ પ્રાદેશિક પક્ષો જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં એકબીજાને હરાવવા માટે તમામ રણનીતિ અપનાવી રહ્યા છે. કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહ સામે મોરચો ખોલી દીધો છે. કર્ણાટકમાં કોંગ્રેસના નેતાઓએ અમિત શાહ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અને ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે. કોંગ્રેસે શાહ પર ભડકાઉ નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, અમિત શાહ ઉશ્કેરણીજનક નિવેદનો કરવા ઉપરાંત લોકોમાં દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા છે. અમિત શાહ પર વિપક્ષને બદનામ કરવાનો આરોપ પણ લાગ્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા, ડૉ. પરમેશ્વર અને DK શિવકુમાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ FIR નોંધાવી. અમિત શાહ વિરુદ્ધ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

બેંગલુરુમાં કર્ણાટક કોંગ્રેસના વડા D.K. શિવકુમારે કહ્યું કે, 'કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે કે, જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો તેઓ સાંપ્રદાયિક અધિકારો પર અસર કરશે. તેઓ આવું નિવેદન કેમ કરી રહ્યા છે?... અમે આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.'

બેંગલુરુમાં કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, 'જો ભારતના ગૃહમંત્રી ધર્મો અને સમુદાયો વચ્ચે સંઘર્ષ પેદા કરી શકે તેવા ખોટા નિવેદનો આપશે તો કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કોણ કરશે. અમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ FIR નોંધાવી છે.'

'જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રમખાણો થશે' એવા અમિત શાહના નિવેદનને ટાંકીને કર્ણાટક કોંગ્રેસના વડા D.K. શિવકુમારે કહ્યું કે 'કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ'. જો કોઈ સામાન્ય માણસે આવું નિવેદન આપ્યું હોત તો તેની ધરપકડ કરવામાં આવી હોત. કેન્દ્રીય ગૃહમંત્રી એવું કહેવાય જ કેમ કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો કોમી રમખાણો થશે. તેઓ ગૃહમંત્રી છે, BJPના સ્ટાર પ્રચારક નથી.'

FIRની પુષ્ટિ કરતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, તેમની પાર્ટીએ ભારતીય દંડ સંહિતાની કલમ 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષાના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) , 171G (ચૂંટણીના સંબંધમાં ખોટું નિવેદન), 505(2) (વર્ગો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુર્ભાવના ફેલાવવાનું અથવા તેને વધારવાના નિવેદનો) અને 123 (યુદ્ધ કરવા માટે ડિઝાઇનને સરળ બનાવવાના હેતુથી છુપાવવા) હેઠળ FIR નોંધાવવામાં આવી છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp