‘કોંગ્રેસ ફાઇલ્સ’ નામનો પહેલો એપિસોડ ભાજપે રીલિઝ કર્યો, 4.82 લાખ કરોડ...

PC: twitter.com/BJP4India

કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર નવી રીતે પ્રહાર કર્યો છે. આ વીડિયો સાથે પ્રહાર કરતા તેમના શાસનકાળમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. ભાજપે રવિવારે ‘કોંગ્રેસ ફાઇલ્સ’ નામના આરોપોનો પહેલો એપિસોડ જાહેર કર્યો છે. ભાજપના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં લખ્યું કે, Congress Filesના પહેલા એપિસોડમાં જુઓ, કઈ રીતે કોંગ્રેસ રાજમાં એક બાદ એક ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયા..’

‘કોંગ્રેસનો અર્થ કરપ્શન’ નામના ટાઇટલવાળા વીડિયોમાં ભાજપે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસે પોતાના 70 વર્ષના શાસનકાળમાં જનતાના 48,20,69,00,00,000 રૂપિયા લૂંટ્યા છે. આ પૈસાઓનો ઉપયોગ જનતા માટે ઉપયોગી વિકાસના કામો અને તેમની સુરક્ષા માટે કરી શકતો હતો. ભાજપે વીડિયો સંદેશમાં કહ્યું કે, ‘આટલી રકમથી 24 INS વિક્રાંત, 300 રાફેલ જેટ અને 1000 મંગળ મિશન બનાવી કે ખરીદી શકાતા હતા, પણ દેશને કોંગ્રેસના ભ્રષ્ટાચારની કિંમત ચૂકવવી પડી અને તે પ્રગતિની રેસમાં પાછળ રહી ગયો.’

ભાજપે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા વીડિયોમાં વર્ષ 2004 થી વર્ષ 2014ના મનમોહન સિંહના કાર્યકાળને ‘ગુમાવેલું દશક’ કરાર આપ્યો છે. ભાજપે વીડિયોમાં કહ્યું કે, ‘પૂરા 70 વર્ષને એક તરફ રાખીને, જો આપણે માત્ર વર્ષ 2004 થી વર્ષ 2014ના પાછલા કાર્યકાળને જોઈએ તો તે એક ‘ગુમાવેલું દશક’ હતું. ત્યારે સરકારનું નેતૃત્વ મનમોહન સિંહ કરી રહ્યા હતા, પરંતુ તેમણે પોતાના શાસનમાં થનારા બધા ભ્રષ્ટાચારો પર આંખો ફેરવી લીધી હતી. એ દિવસોમાં અખબાર ભ્રષ્ટાચારોના સમચારોથી ભરેલા રહેતા હતા, જેને જોઈને દરેક ભારતીયનું માથું શરમથી ઝૂકી જતું હતું.

વીડિયોમાં ભાજપે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસના શાસનકાળમાં 1.86 લાખ કરોડ રૂપિયાનો કોયલા કૌભાંડ, 1.76 લાખ કરોડ રૂપિયાનો 2G સ્પેક્ટ્રમ કૌભાંડ, 10 લાખ રૂપિયાનો મનરેગા કૌભાંડ, 70,000 કરોડ રૂપિયાનો કોમનવેલ્થ કૌભાંડ, ઇટાલીથી હેલિકોપ્ટર ડીલમાં 362 કરોડ રૂપિયાની લાંચ, રેલવે બોર્ડના ચેરમેન માટે 12 કરોડની લાંચની ઘટનાઓ થઈ.

વીડિયો સંદેશના અંતમાં ભાજપે કહ્યું કે, આ કોંગ્રેસના ભ્રષ્ટાચારની માત્ર ઝાકી છે, ફિલ્મ હજુ બાકી છે. આ અગાઉ કોંગ્રેસે પણ અદાણીના મુદ્દા પર પ્રહાર કર્યો હતો અને ‘આપણે અદાણીના કોણ’ અભિયાન હેઠળ સવાલોના ઘણા સેટ જાહેર કર્યા હતા. પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે અલગ-અલગ પરિયોજનાઓમાં અદાણી ગ્રુપને એકાધિકાર આપી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp