કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની કારે બાઇકને મારી ટક્કર, યુવાન ફંગોળાઈ ગયો, Video

PC: indiatvnews.com

મધ્ય પ્રદેશના રાજગઢમાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની કારે એક બાઇક સવારને ટક્કર મારી દીધી. તેનાથી યુવકના માથામાં ઇજા થઈ છે.  ઘટના બાદ દિગ્વિજય સિંહ પોતાની કારથી યુવકને લઈને હૉસ્પિટલ પહોંચ્યા અને દાખલ કરાવ્યો હતો. જીરાપુરમાં પ્રાથમિક સારવાર બાદ યુવકને ભોપાલ રેફર કરી દેવામાં આવ્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, અકસ્માત કાર સામે આવી જવાથી થયો છે. હું તેની આખી વ્યવસ્થા જોઈ રહ્યો છું.

રિપોર્ટ્સ મુજબ, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ રાજગઢના કોડક્યા ગામમાં કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પ્રકાશને ત્યાં શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા. અહીંથી. જીરાપુર તરફ જતી વખત કાર સાથે બાઇક સવારને ટક્કર લાગી ગઈ હતી. તેથી બાઇક સવાર બબલૂ (રહે. પરોલિયા) ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો. ઘટના બાદ દિગ્વિજય સિંહ તેને પોતાની કારથી લઈને હૉસ્પિટલ પહોંચ્યા હતો. જ્યારથી ભોપાલ રેફર કરી દેવામાં આવ્યો છે. પોલીસે દિગ્વિજય સિંહના ડ્રાઈવર પર કેસ દાખલ કરીને વાહન કબજામાં લઈ લધું છે.

વાહન પોલીસના કબજામાં થયા બાદ દિગ્વિજય સિંહ બ્યાવરાના ધારાસભ્યના વાહનથી રવાના થયા હતો. કહેવામાં આવી રહ્યું છે કે, યુવકના માથામાં ઇજા થઈ છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, જીરાપુરમાં આ ઘટના થઈ છે. ભગવાનની કૃપાથી યુવકને વધારે ઇજા થઈ નથી, છતા અમે તેને સારવાર માટે ભોપાલ શિફ્ટ કરી રહ્યા છીએ. અમે લોકો ધીરે ધીરે જઈ રહ્યા હતા, ભીડ વધારે હતી. યુવક એકદમ ગાડી સામે આવી ગયો. બ્લોક મેડિકલ ઓફિસર મનોજ ગુપ્તાએ કહ્યું કે, રોડ અકસ્માતમાં બબલૂના માથામાં ઇજા થઈ છે. સ્થિતિ સામાન્ય છે. તપાસ માટે ચિરાયુ હૉસ્પિટલ રેફર કરી દેવામાં આવ્યો છે.

પોલીસ સ્ટેશનના પ્રભારી મુકેશ ગૌડનું કહેવું છે કે, હૉસ્પિટલથી અકસ્માતની સૂચના મળી હતી. ઇજાગ્રસ્ત યુવક મજૂરી કરે છે. તે પરોલિયાથી જીરાપુર આવ્યો હતો. રસ્તામાં ફોર્ચ્યૂનર કારે તેની બાઇકને ટક્કર મારી દીધી. તેનાથી બાઇક અનિયંત્રિત થઈને થાંભલા સાથે ટકરાઇ ગઈ, જેથી તેને ઇજા થઈ છે. આ ઘટનામાં કેસ નોંધીને કાર જપ્ત કરી લેવામાં આવી છે. આરોપી ચાલક અખ્તર ખાનને નોટિસ ફટકારીને બરતરફ કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp