કર્ણાટક કોંગ્રેસને મળ્યા ખુશીના 3 કારણ, આટલી લોકસભા સીટો પર આગળ, ભાજપ...

PC: ndtv.com

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 136 સીટો પર જીત હાંસલ કર્યા બાદ હોસલો બુલંદ છે. 4 મહિનાની અંદર હિમાચલ પ્રદેશ બાદ કોંગ્રેસે બીજા રાજ્યમાં આ જીત હાંસલ કરી છે, પરંતુ ઘણી બાબતે કર્ણાટકની જીત તેના માટે સંજીવનીની જેમ માનવામાં આવી રહી છે. એક તરફ તેને કર્ણાટક જેવા મોટા રાજ્યમાં જીત મળી છે, તો તેનાથી તેને રાજ્યસભાની સીટોમાં પણ ફાયદો થશે. એ સિવાય વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ તે (કોંગ્રેસ) કર્ણાટકથી આશા લગાવી બેઠી છે.

કોંગ્રેસનો એક આંકડો છે અને તે ઉત્સાહિત કરી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં તેને મળેલી જીત લોકસભાની સીટોના હિસાબે જોવા જઈએ તો તે રાજ્યની 21 સીટો પર આગળ રહી છે. રાજ્યમાં કુલ 28 સીટ છે, જેમાંથી ત્રણ ચતુસ્થાંસ પર કોંગ્રેસ આગળ રહી છે. એ સિવાય 2 પર બંને બરાબર રહી છે અને માત્ર એક સીટ પર જનતા દળ (S)એ લીડ બનાવી છે. રાજ્યમાં કિંગમેકર રહેલી JDS માટે પણ આ આંકડો ચિંતાજનક છે. તેને માત્ર હાસન લોકસભા સીટ પર જ આગળ દેખાઈ રહી છે.

વોટિંગ ટકાવારીના હિસાબે પણ જોઈએ તો કોંગ્રેસને ઘણો ફાયદો થયો છે. કોંગ્રેસને વર્ષ 2018માં 38 ટકા વોટ જ મળ્યા હતા, પરંતુ આ વખત 42.8 ટકા આંકડો તેણે હાંસલ કર્યો છે. કોંગ્રેસનો પ્રયાસ હશે કે તે જીતના આ અભિયાનને લોકસભાની ચૂંટણી સુધી લઈ જાય. જો કે, રાજનૈતિક જાણકાર માને છે કે, એવું પુનરાવર્તન કરવું સંભવ નહીં હોય. લોકસભાની ચૂંટણીમાં લોકો સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીથી અલગ પેટર્ન પર વોટ કરતા રહ્યા છે. આ જ કારણ છે કે લોકસભાની ચૂંટણીમાં ચહેરો નરેન્દ્ર મોદીનો હશે અને કર્ણાટકમાં ભાજપનું નેતૃત્વ સ્ટેટ લીડરશિપ પાસે જ હોય છે.

એવામાં ચહેરાનો ફરક અને એ સિવાય મુદ્દાઓનું અંતર પણ બંને ચૂંટણીના વોટિંગ પેટર્ન પર અસર નાખવાનું છે. આ અગાઉ વર્ષ 2018, વર્ષ 2013માં પણ એવું થઈ ચૂક્યું છે. એટલું જ નહીં, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસે વર્ષ 2018માં સરકાર બનાવી લીધી હતી, પરંતુ વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં ત્રણેય જ રાજ્યોમાં ભાજપને એકતરફી જીત મળી હતી. કર્ણાટકમાં તો કોંગ્રેસને વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં એક જ સીટ મળી હતી. તેને બેંગ્લોર ગ્રામીણથી જ જીત મળી શકી હતી, પરંતુ લોકસભાની ચૂંટણીમાં તે રાજ્યની 28-25 સીટો પર જીતી ગઈ હતી. ત્યારે તેને વિધાનસભાની તુલનામાં એક તૃતીયાંશ વોટ વધારે મળ્યા હતા અને 54 ટકા વોટ સાથે કોંગ્રેસ અને JDSનો સફાયો કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp