‘એ રાહુલ ગાંધીને મેં મારી નાખ્યો’ ભારત જોડો યાત્રામાં આ શું બોલ્યા કોંગ્રેસ નેતા

PC: indiatoday.in

દિલ્હી અને ઉત્તર પ્રદેશના રસ્તે ભારત જોડો યાત્રા ફરી એક વખત હરિયાણામાં પહોંચી ચૂકી છે. કોંગ્રેસની આ યાત્રાના 118માં દિવસે રાહુલ ગાંધીએ હરિયાણામાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાની બાબતે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમારા મનમાં જે રાહુલ ગાંધી છે, તેને મેં મારી દીધો છે. ઠંડીમાં માત્ર ટી-શર્ટ પહેરવાના કારણે કોઇ તેની બાબતે શું વિચારે છે, તેનાથી તેમને કોઇ ફરક પડતો નથી. ભારત જોડો યાત્રા સાંજે હરિયાણાના કુરુક્ષેત્રમાં પહોંચી હતી.

કુરુક્ષેત્રમાં રાહુલ ગાંધીએ બ્રહ્મ સરોવર પર આરતી કરી હતી. આ યાત્રામાં કડકડતી ઠંડી છતા ટી-શર્ટ પહેરવાને લઇને પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ફરક પડતો નથી કે કોઇ મારી બાબતે શું વિચારી રહ્યું છે. હું તપસ્વી હતો, અત્યારે પણ છું. પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક. મારા પર કોઇ પ્રભાવ પડતો નથી અને હું પોતાનું કામ કરી રહ્યો છું. આ દેશ તપસ્વીઓનો છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, શિયાળાના સમયમાં ટી-શર્ટ પહેરવાને લઇને તેને પોતાના માતા સોનિયા ગાંધીનું સંભાળવું પડ્યું.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, હાથનું નિશાન કે કોંગ્રેસ પાર્ટીનું ચિહ્ન છે, એ અભય મુદ્રા છે. ગૌતમ બુદ્વ, ભગવાન મહાવીર અને ગુરુનાનક પણ આ મુદ્રામાં જોવા મળતા હતા. ભગવાન શિવની ઓળખ છે, જે એક તપસ્વી સમજી શકે છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાથી તેને જોડતા કહ્યું કે, તમને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તપસ્યા દેખાઇ રહી છે. ભારતનો એક મજૂર કે ખેડૂત નથી, જે મારાથીન વધારે ચાલી રહ્યા છે, પરંતુ ચર્ચા માત્ર મારી થઇ રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ પોતાનું કામ કરી રહ્યા છે જેમ કે ગીતમાં કહ્યું છે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. ભાજપ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપ તેની પૂજા કરાવી રહી છે, જ્યારે કોંગ્રેસ તપસ્વી પાર્ટી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે અર્જૂને માછલીની આંખ પર નિશાનો સાધ્યો તો તેમણે એ ન જણાવ્યું કે તેઓ આગળ શું કરશે, ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે પોતાનું કામ કરો. યાત્રાનું લક્ષ્ય ભાજપના વિભાજનકારી એજન્ડા વિરુદ્ધ છે અને આ રાજનૈતિક યાત્રા નથી, પરંતુ લોકોને જોડવા માટે છે. આ વિચારધારની યાત્રા છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપ બળજબરીપૂર્વક લોકો પર પોતાની પૂજા થોપી રહી છે એટલે વડાપ્રધાન કોઇ સાથે વાતચીત કરવા આવતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp