26th January selfie contest

કોંગ્રેસવાળા જેટલી દાઢી વધારવી હોય તેટલી વધારો, આઠવલેની કવિતા તમે પણ સાંભળો

PC: navbharattimes.indiatimes.com

કોરોના મહામારી વખતે કોરોના ગો, કોરોના ગો અને અનેક વખતે પોતાની કવિતાની શૈલી માટે જાણીતા રાજકીય નેતા રામદેવ આઠવલેએ બુધવારે રાજ્યસભામાં એક કવિતા કરી તો સંસદમાં હાસ્યનો છોળો ઉડી હતી. બુધવારે, સંસદમાં જાણે બધા શાયરીના મૂડમાં આવી ગયો હોય તેવું લાગ્યું હતું. કોંગ્રેસ નેતા મલ્લિકાજૂર્ન ખડગે, સ્પીકર જગદીપ ધનપાલે શાયરી કરી હતી તો જ્યારે પોતાનો બોલવાનો મોકો આવ્યો તો આઠવલે એ પણ શાયર કરી દીધી હતી.

રાજ્યસભામાં જબરદસ્ત ચર્ચા વચ્ચે બુધવારે રામદાસ આઠવલેને જ્યારે બોલવાની તક મળી ત્યારે સંસદમાં વાતાવરણ ખુશનમા બની ગયું હતું. જેવું આઠવલેનું નામ બોલાયુ કે સ્પીકર ધનખડે સ્મિત સાથે કહ્યું હતું કે આજે તો મેં પણ શેર-શાયરી કરી છે. આઠવલેએ પોતાના અંદાજમાં કવિતા વાંચી હતી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે રાહુલ ગાંધીનું નામ નહોતું લીધું, પરંતુ તેમનું નિશાન સધી રાહુલ પર જ હતું. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ દાઢી વધારી છે.

આઠવલેએ કહ્યું કે રાષ્ટ્રપતિનું ભાષણ પોઇન્ટ ટુ પોઇન્ટ હતું. રાષ્ટ્રપતિએ દલિતો, ઓબીસી, આદિવાસીઓ, લઘુમતીઓ વિશે વાત કરી હતી. મોદી સરકારે સામાન્ય વર્ગના લોકોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસ પાર્ટીએ  તો બાબાસાહેબ આંબેડકરને બે વખત હરાવ્યા હતા. તેમને લોકસભામાં આવવાનો મોકો નહીં આપ્યો. એની પર શેમ શેમના નારા ગૂંજ્યા. પરંતુ બાબા સાહેબનો 125મો જન્મ દિવસ PM મોદીએ મનાવ્યો હતો. વી.પી. સિંહે બાબા સાહેબ આંબેડકરનો ફોટો સેન્ટ્રલ હોલમાં લગાવ્યો હતો. આટલું બોલીને આઠવલેએ કહ્યુ કે તમે મને હરાવ્યો એટલું હું અહીં આવી ગયો.

રામદેવ આઠવલેએ રાજ્યસભામા જે કવિતા વાંચી હતી તે હવે વાંચો.

राष्ट्रपति जी का अभिभाषण, मजबूत करेगा भारत नेशन
विरोध करना है कांग्रेस का फैशन, इसलिए मैं विरोध में कर रहा भाषण
कांग्रेस वालो, जितनी बढ़ानी है उतनी बढ़ाओ दाढ़ी
लेकिन मोदी जी की है बहुत ही मजबूत बॉडी
मोदीजी को मालूम है देश के तमाम लोगों की नाड़ी
फिर कांग्रेस की कैसे चलेगी उनके सामने गाड़ी
मोदी जी आदमी हैं खास, इसलिए उनके साथ है रामदास
मोदीजी को है विकास की है आस, इसलिए वो राजनीति में हो गए हैं पास

રામદેવ આઠવલેની કવિતા સાંભળીને સંસદમાં હાસ્યની છોળો ઉડી ગઇ હતી. એ પછી પણ આઠવલેએ પંકિત કહીને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યુ કે, રાષ્ટ્રપતિકા અભિભાષણ મોદી સરકાર કે વિકાસ કી ગંગા, કાહે કે લિએ લેતો હો ઉનકે સાથ પંગા. આઠવલેએ કહ્યું કે, હું વિપક્ષનો આભાર વ્યકત કરુ છું, કારણકે દંગા છોડીને તેમણે ચર્ચામાં ભાગ લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp