BJP MLA હાર્દિક પટેલે કહ્યુ-કોંગ્રેસ રાષ્ટ્ર વિરોધી વાતો કરે છે, BJP 2 વર્ષમાં..

PC: facebook.com/HardikPatel.Official

ગુજરાતની વીરમગામ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલ અત્યારે ભોપાલના પ્રવાસે છે. સમાચાર એજન્સી સાથેની વાતમાં હાર્દિક પટેલે કહ્યુ હતું કે પાર્ટી જે કામ આપ્યું છે, તેને પુરુ કરીશ. હાર્દિકે કોંગ્રેસના ભ્રષ્ટાચારના આરોપ પર પલટવાર કર્યો હતો. પટેલે કહ્યુ કે ભાજપ સરકારમાં ભૂમિપૂજનના 2 વર્ષમાં લોકાર્પણ પણ કરી દેવામાં આવે છે, જ્યારે કોંગ્રેસના સમયમાં 6-6 વર્ષ લાગી જતા હતા.

હાર્દિક પટેલે કહ્યું કે પાર્ટીએ બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના 230 ધારાસભ્યોને મધ્યપ્રદેશ મોકલ્યા છે. આ ધારાસભ્યો વિસ્તારકની ભૂમિકામાં મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં જશે. તેમણે કહ્યું કે ભાજપના પ્રદેશ નેતૃત્વ અને ટોચના નેતાગીરીએ અમને લોકો અને સંગઠનોના પદાધિકારીઓને મળવાનું કામ સોંપ્યું છે.

હાર્દિકે કહ્યુ કે,આ દરમિયાન અમે એ પણ જોઈશું કે જન કલ્યાણની યોજનાઓ જમીન પર પહોંચી છે કે નહીં અને અમે લોકોના માનસ પર તે જનકલ્યાણકારી યોજનાઓની અસર તપાસવાનું કામ કરીશું. તેમણે કહ્યું કે તેનો રિપોર્ટ રાજ્ય અને ટોચના નેતૃત્વને આપવામાં આવશે.

હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોંગ્રેસની પાસે માત્ર ભ્રષ્ટાચાર અને રાષ્ટ્ર વિરોધી વાતો જ હોય છે. કોંગ્રેસ અમારી પર જે ભ્રષ્ટાચારના આરોપ લગાવે છે તેમાં કોઇ તથ્યો હોતા નથી. હાર્દિકે કહ્યુ કે, કોંગ્રેસની સરકારમાં કોઇ ભૂમિપૂજનનું કામ જો 2004માં થયું હોય તો તેનું લોકાર્પણ 2011માં થતું હતું. એક લોકાર્પણ કરવામાં કોંગ્રેસ 6-6 વર્ષ લગાવી દેતી હતી.

હાર્દિકે આગળ કહ્યું કે, ભાજપમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય જે કોઇ પણ ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ 2 વર્ષમાં થઇ જ જાય છે. તેના ઉદાહરણ તરીકે તમે રેલવે સ્ટેશનો અને એરપોર્ટના નવીનીકરણ તરીકે જોઇ શકો છો.

ભોપાલ પહોંચ્યા પછી હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યુ હતું કે, ધારાસભ્ય પ્રવાસ કાર્ય શાળા, મધ્ય પ્રદેશ. આવો બધા સાથે મળીને PM મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર, અદભૂત અને અતુલ્ય ભારતનું નિર્માણ કરીએ. મધ્ય પ્રદેશમાં નજીકના દિવસોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે એટલે રાજ્યમાં બધી પાર્ટીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસ પણ આ વખતે મધ્ય પ્રદેશમાં જોર લગાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp