PM મોદીએ કહ્યું- કોંગ્રેસ કહેશે PM એપ્રિલ ફુલ બનાવે છે પણ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે, 1 એપ્રિલના દિવસે વંદે ભારત ટ્રેનને ભોપાલથી દિલ્હી જવા માટે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધી દીધું હતું. PM મોદીએ કહ્યું કે, જ્યારે ટ્રેનને લીલીઝંડી બતાવવાના સમાચારો છપાશે તો અમારા કોંગ્રેસના મિત્ર 1 એપ્રિલને કારણે એ નિવેદન જરૂર આપશ કે PM મોદી તો ‘એપ્રિલ ફુલ’ બનાવે છે. પરંતુ તમે જુઓ પહેલી એપ્રિલે જ ટ્રેન ચાલું થઇ ગઇ છે. આ અમારા કૌશલ્ય, સામર્થ્ય અને અમારા આત્મવિશ્વાસનું પ્રતિક છે.

PM મોદી આજે શનિવારે ભોપાલ પહોંચ્યા અને મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વડા પ્રધાન મોદીએ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. મધ્ય પ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ PM મોદીએ કહ્યું, આજે મધ્ય પ્રદેશને પહેલી વંદે ભારત ટ્રેન મળી છે. આને કારણે ભોપાલ અને દિલ્હીની સફર વધારે તેજ થઇ જશે.તેમણે કહ્યું કે, આ ટ્રેન પ્રોફેશનલ્સ માટે છે, યુવાનો માટે છે, બિઝનેસ કરતા લોકો માટે નવી નવી સુવિધા લઇને આવશે.

પ્રધાનમંત્રી મોદીએ  ટ્રેનને લીલીઝંડી બતાવતી વખતે કહ્યુ કે, આધુનિક ભારતમાં નવી વ્યવસ્થાઓ બની રહી છે, નવી પરંપરાઓ બની રહી છે. આજનો કાર્યક્રમ તેનું ઉત્તમ ઉદાહરણ છે. સાથે જ તેમણે કહ્યુ કે, આ આયોજન જે આધુનિક અને ભવ્ય રાની કમલાપતિ સ્ટેશન પર થઇ રહ્યું છે, તેના લોકાપર્ણ કરવાનું સૌભાગ્ય પણ તમે મને આપ્યું હતું. આજે મને અહીંથી જ દિલ્હી માટે ભારતની લેટેસ્ટ વંદે ભારત ટ્રેનને રવાના કરવાનો પણ અવસર આપ્યો છે. રેલવેના ઇતિહાસમાં ભાગ્યેજ એવું બન્યું હશે કે એક જ સ્ટેશન પર આટલા ટુંકા સમયગાળામાં કોઇ પ્રધાનમંત્રીએ બીજી વાર આવવાનું થયું હોય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના શાસનકાળ વિશે બોલતા કહ્યું હતું કે, આઝાદી પછી કોંગ્રેસને તૈયાર રેલવે નેટવર્ક મળ્યું હતું, જો સરકાર તે વખતે ઇચ્છતે તો ઝડપથી રેલવેને આધુનિક બનાવી શકતે. પરંતુ રાજકીય સ્વાર્થ માટે, રેલવેના વિકાસને જ બલિ ચઢાવી દીધો. હાલત તો એ હતી કે આઝાદીના દશકો પછી પણ આપણા નોર્થ-ઇસ્ટ રાજ્યો રેલવેથી જોડાયેલા નહોતા.

PM મોદીએ કહ્યુ  કે, વર્ષ 2014માં જ્યારે મને સેવા કરવાનો મોક મળ્યો, ત્યારે જ મેં નક્કી કરેલું હવેથી આવું નહી થાય અને રેલવેની કાયાકલ્પ થઇને રહેશે. છેલ્લાં 9 વર્ષમાં અમારા નિરંતર પ્રયાસ રહ્યો છે કે ભારતીય રેલવે દુનિયાની સર્વશ્રેષ્ઠ રેલવે કેવી રીતે  બને.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પહેલા સાંસદો એવો પત્ર લખતા હતા કે ટ્રેન આ સ્ટેશન પર ઉભી રહે તેવી વ્યવસ્થા કરો, અહીં રોકો, ત્યાં રોકો, પરંતુ આજે મને ગર્વ છે કે જ્યારે સાંસદો  પત્ર લખે છે  અને માંગ કરે છે કે અમારા વિસ્તારમાં પણ વંદે ભારત ટ્રેન જલ્દીમાં જલ્દી ચાલુ થાય.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.