શું ફરી સાઉથથી થશે કોંગ્રેસનું કમબેક? મુશ્કેલીમાં ઇન્દિરા ગયા હતા, સોનિયાએ..

PC: moneycontrol.com

કર્ણાટકમાં કોંગ્રેસે શાનદાર જીત હાંસલ કરી છે. રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસનું નસીબ ખરાબ હોવા પર તેને દક્ષિણ ભારતથી નવજીવન મળ્યું છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ શનિવારે ફરી એક વખત આ વાત સાબિત કરી દીધી કે, બે સામાન્ય ચૂંટણી અને ઘણી વિધાનસભાની ચૂંટણીમાં એક બાદ એક હાર પછી ફરી એક વખત નવો જોમ ફૂંકવમાં માટે તનતોડ મહેનત કરી રહેલી આ જૂની પાર્ટીને ખૂબ મહત્ત્વપૂર્ણ અવસર આપવામાં આવ્યો છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશ, જે પાર્ટીના સંચાર પ્રભારી પણ છે, તેમણે દક્ષિણથી પાર્ટીના પુનરુત્થાન પેટર્ન પર પ્રકાશ નાખ્યો. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, ચિકમંગલૂર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી માટે આ એક અસાધારણ પરિણામ છે, જે ભાજપનું ગઢ બની ગયું હતું. તેણે ત્યાંની 5માંથી બધી 5 સીટો પર જીત હાંસલ કરી. વર્ષ 1978માં ઇન્દિરા ગાંધીએ ચિકમંગલૂરથી ચૂંટણી જીતીને રાષ્ટ્રીય સ્તર પર પાર્ટીના પુનરુત્થાનની શરૂઆત કરી હતી. ઇતિહાસ જલદી જ પોતાનું પુનરાવર્તન કરશે.

વર્ષ 1975માં ઇમરજન્સી લગાવ્યા બાદ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વર્ષ 1977માં સામાન્ય ચૂંટણીમાં હારી ગયા હતા. અહીં સુધી કે પોતાની ઉત્તર પ્રદેશની રાયબરેલી સંસદીય સીટથી પણ તેઓ હારી ગયા હતા. સામાન્ય ચૂંટણીમાં અપમાનજનક હાર બાદ ઇન્દિરા ગાંધીએ પાર્ટીના પુનરુત્થાન માટે દક્ષિણ ભારત જવાનો નિર્ણય લીધો અને એક વર્ષ બાદ તેમણે ચિકમંગલૂર સંસદીય સીટથી લોકસભાની પેટાચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તેઓ વર્ષ 1978ની પેટાચૂંટણીમાં ચિકમંગલૂરથી જીત્યા અને સંસદમાં ફર્યા અને પછી વર્ષ 1980ની લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તર પર વાપસી કરી.

વર્ષ 1991માં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ 90ના દશકના અંતમાં ફરી એક વખત પોતાના અસ્તિત્વ માટે પડકારનો સામનો કરનારી કોંગ્રેસે કર્ણાટકથી ફરી એક વખત પોતાના ભાગ્યનો ઉદય જોયો. રાજીવ ગાંધીના મોત બાદ તેમના પત્ની સોનિયા ગાંધીએ રાજનીતિથી દૂરી બનાવી લીધી હતી. જો કે, નબળી થઈ રહેલી પાર્ટીને ફરી મજબૂત કરવા માટે વર્ષ 1998માં તેમને રાજનીતિમાં પ્રવેશ કરવા મજબૂર થવું પડ્યું. સોનિયા ગાંધીએ ત્યારે વર્ષ 1999ની લોકસભાની ચૂંટણી કર્ણાટકના બેલ્લારી અને ઉત્તર પ્રદેશની અમેઠીથી લડવાનો નિર્ણય લીધો અને બંને સીટ પર જીત હાંસલ કરી.

તેમણે બેલ્લારીમાં ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજને હરાવ્યા. જો કે, બંને સીટ પરથી જીત્યા બાદ તેમણે લોકસભામાં અમેઠીનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કર્યું. વર્ષ 1999માં જીત્યા બાદ સોનિયા ગાંધી વર્ષ 2004માં કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)ને સત્તામાં વાપસી કરાવી, જે મનમોહન સિંહના વડાપ્રધાનના રૂપમાં સતત 2 વખત સત્તામાં રહી. વર્ષ 2023માં કર્ણાટક ચૂંટણી અને ચિકમંગલૂરની બધી 5 સીટો પર જીતે કોંગ્રેસને નવી આશા આપી છે જે 9 વર્ષમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, જ્યાં તે ઘણા રાજ્યોમાં સત્તાથી બહાર થઈ ગઈ અને બે લોકસભાની ચૂંટણી પણ હારી ગઈ. કોંગ્રેસ વર્તમાનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશમાં પોતાના દમ પર સત્તામાં છે. બિહાર અને ઝારખંડમાં તે સરકારમાં ભાગીદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp