સૂરજેવાલાએ ભાજપ સમર્થકોને કહ્યા રાક્ષસ પ્રવૃત્તિ વાળા, હું શ્રાપ આપું...

PC: timesnownews.com

કોંગ્રેસના રાજ્યસભાના સંસદ રણદીપ સૂરજેવાલાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સમર્થકો અને વૉટરોને રાક્ષસી પ્રવૃત્તિના બતાવ્યા છે. તેઓ હરિયાણાના કેથલ પહોંચ્યા હતા. અહી તેમણે કહ્યું કે, ભાજપને વૉટ આપનારા અને તેમના સમર્થક રાક્ષસી પ્રવૃત્તિના છે. હું મહાભારતની ધરતીથી તેમને શ્રાપ આપું છું. સૂરજેવાલાના આ નિવેદન પર ભાજપ ગુસ્સે થઈ ગઈ છે. ભાજપ નેતા અમિત માલવીયએ સૂરજેવાલાના નિવેદનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ જ માનસિક સ્થિતિના કારણે પાર્ટી અને તેમના નેતા જનાધાર ગુમાવી ચૂક્યા છે.

રણદીપ સૂરજેવાલા હરિયાણાના કેથલમાં જનસભા સંબોધિત કરી રહ્યા હતા. અહી તેમણે બેરોજગારીના મુદ્દા પર ખટ્ટર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, યુવા ન્યાય માગવા માટે ગરમીમાં ચાલતા ડરતા નથી, પરંતુ તેઓ આ સરકારના અત્યાચારથી ડરે છે. આ સરકાર તેમના ભવિષ્ય સાથે રમી રહી છે. આ જ કારણ છે કે અમે યુવાઓ માટે ન્યાય માગવા માટે 17 કિલોમીટર પગપાળા ચાલ્યા. તમે તેમની પાસે પરીક્ષામાં બેસવાનો અવસર પણ છીનવી રહ્યા છો.

તેમણે કહ્યું કે, ભાજપ અને JJP રાક્ષસોની પાર્ટીઓ છે, જે લોકો ભાજપને વૉટ આપે છે અને તેમનું સમર્થન કરે છે તેઓ પણ રાક્ષસી પ્રવૃત્તિના છે. આજે મહાભારતની આ ભૂમિ પર હું તેમને (ભાજપ-JJP)ને શ્રાપ આપું છું. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રણદીપ સૂરજેવાલા પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે રાક્ષસ પરિવારમાં જન્મેલ વ્યક્તિ જ એવી ભાષા બોલી શકે છે, આ અસંસદીય ભાષા છે, અમે તેના પર જરૂર ધ્યાન આપીશું. સૂરજેવાલાના આ નિવેદન પર ભાજપ ગુસ્સે ભરાઈ છે.

ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. ભાજપના IT સેલના હેડ અમિત માલવીયએ ટ્વીટ કરી, રાહુલ ગાંધીના ખાસ સૂરજેવાલા ભાજપને વૉટ આપનારાઓને રાક્ષસ કહી રહ્યા છે. શ્રાપ પણ આપી રહ્યા છે! કોંગ્રેસ, તેમના હાઇકમાન અને દરબારીઓની આ જ માનસિક સ્થિતિના કારણે પાર્ટી અને તેમના નેતા જનાધાર ગુમાવી ચૂક્યા છે. પરંતુ અત્યારે તો તેમણે જનતાના દરબાર આગળ અપમાનિત થવાનું છે.

મધ્ય પ્રદેશની શિવરાજ સરકારમાં મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે લોકતંત્રમાં તો જનતા ભગવાન હોય છે, પરંતુ કોંગ્રેસના લોકો તેમને રાક્ષસ કહી રહ્યા છે. 10 જનપથના ઉમટા પર નાક રગડનારા લોકોની માનસિકતા તેનાથી ખબર પડે છે. પોતે ખરાબ રીતે ચૂંટણી હારી ચૂક્યા છે, સૂરજેવાલા શું ભગાવન થઈ ગયા જે શ્રાપ આપી રહ્યા છે હવે જનતા ચૂંટણીમાં તમને શ્રાપ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp