મહાકાલ મંદિરના ગર્ભ ગૃહમાં મોરારી બાપુ માથા પર સફેદ વસ્ત્રમાં ગયા તો હોબાળો થયો

PC: amarujala.com

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં દર્શન અને પૂજા કરવા પહોંચેલા કથાકાર મોરારી બાપુના  પહેરવેશ ને લઈને હંગામો થયો છે. અખિલ ભારતીય પૂજારી મહાસંઘના પ્રમુખે મોરારી બાપુએ પહેરેલા ડ્રેસ સામે વાંધો ઉઠાવ્યો છે.

મોરારી  બાપુ 5 ઓગસ્ટે એક દિવસીય રામકથા કરવા માટે મધ્યપ્રદેશના ઉજ્જૈન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે બાબા મહાકાલના ગર્ભગૃહમાં જઈને જલાભિષેક અને ભગવાન મહાકાલની પૂજા કરી હતી. પુજારી મહાસંઘે હવે મોરારી ગર્ભગૃહમાં બાપુ મંદિરમાં જે વસ્ત્રો પહેરીને  ગયો હતા તેના પર વાંધો ઉઠાવ્યો છે. અખિલ ભારતીય પૂજારી મહાસંઘનું કહેવું છે કે મોરારી બાપુનેસરે સફેદ કપડા, સફેદ લુંગી પહેરીને ભગવાન મહાકાલના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો જે મંદિરની મર્યાદાને અનુકળ નથી. મહાસંઘે કહ્યુ કે, અમે મોરારી બાપુનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ આ વાત ધ્યાન પર લાવી રહ્યા છે. મંદિર સમિતિએ ધ્યાન રાખવાની જરૂર હતી.

જાણવા મળેલી વિગહત મુજબ મોરારીબાપુ રામ કથા સંભળાવવા ઉજ્જૈનમાં મહાકાલ લોક પાસે સરસ્વતી શિશુ મંદિર પહોંચ્યા હતા. તેમના હજારો અનુયાયીઓ પણ તેમની સાથે હતા. મોરારી બાપુ તેમની વિશેષ ટ્રેન દ્વારા ઉજ્જૈન પહોંચ્યા હતા. બાપુ શ્રાવણ મહિનામાં  દેશભરના બાર જ્યોતિર્લિંગોમાં રામની કથા સંભળાવવા નીકળ્યા છે. બાપુ 12 હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા. મોરારી બાપુની આ યાત્રા ઋષિકેશથી વિશેષ ટ્રેન દ્વારા શરૂ થઈ હતી.

તેમાં વિશ્વનાથ, મલિકર્જુન, બૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વરમ, ભીમાશંકર, ઓમકારેશ્વર, ઘૃષ્ણેશ્વર, ત્ર્યંબકેશ્વર, મહાકાલેશ્વર અને સોમનાથ જ્યોતિર્લિંગની યાત્રાઓનો સમાવેશ થાય છે. અખિલ ભારતીય પૂજારી મહાસંઘના પ્રમુખ મહેશ પૂજારીએ જણાવ્યું હતું કે મહાકાલ ઉજ્જૈનના રાજા છે. મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જવા માટે અલગ વ્યવસ્થા છે. જેમ મસ્જિદોમાં ટોપીનો નિયમ હોય છે, ગુરુદ્વારામાં માથા પર પાઘડીનો નિયમ હોય છે, એ જ રીતે ગર્ભગૃહમાં ક્યારેય પણ માથા પર કપડું કે પાઘડી બાંધીને મહાકાલની સામે જવાતું નથી.

ભક્તો માત્ર ધોતી અને  રેશમી ધોતિયું પહેરીને જ મહાકાલના ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે છે. મોરારી બાપુએ લુંગી અને માથા પર પાઘડી પહેરેલી હતી. ગર્ભગૃહમાં કોઈપણ પ્રકારના ચામડા, બેલ્ટ, પર્સ, ટોપી, હથિયાર સાથે પ્રવેશ પર પ્રતિબંધ છે. મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના જવાબદાર લોકોએ મોરારી બાપુને મંદિરની આ પરંપરા વિશે જાણ કરવી જોઈતી હતી જેથી તેઓ નિયમોનું પાલન કરી શકતે.

આ મામલે મોરારી બાપુને પુછવામાં આવ્યું  તો તેમણે કહ્યું કે 12 જ્યોતિર્લિંગની યાત્રા દરમિયાન તિરુપતિ બાલાજીના દર્શન કર્યા હતા. તિરુપતિ મંદિરની પરંપરા મુજબ, મેં મંદિરમાં માથું મુંડન કરાવ્યું અને પછી ગુજરાતી પાઘડી પહેરી હતી. મારા દાદા, પિતા અને આગળની પેઢીઓએ આ ગુજરાતી વિશિષ્ટ પાઘડી પહેરી છે. તે સૌરાષ્ટ્રના પરંપરાગત પહેરવેશનો એક ભાગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp