26th January selfie contest

સેનામાં શીખોએ પાઘડી ઉપર પહેરવું પડશે હેલમેટ! શું છે માન્યતા અને કેમ થયો હંગામો

PC: indianexpress.com

ભારતીય સેનામાં શીખ સૈનિકો માટે સરકારે ખાસ પ્રકારના હેલ્મેટ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. અત્યાર સુધી ભારતીય સેનામાં શીખ સૈનિકો માટે હેલ્મેટ ફરજિયાત નહીં હતું. પરંતુ હવે ભારતીય સેનામાં સામેલ શીખો માટે એક ખાસ હેલ્મેટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલયે ખાસ હેલ્મેટ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. ટેન્ડરમાં 12,730 હેલ્મેટ ખરીદવાની વાત કહેવામાં આવી છે. આમાં 8,911 મોટી સાઇઝના હેલ્મેટ અને 3,819 એકસ્ટ્રા લાર્જ હેલ્મેટ ખરીદવાની વાત કહેવામાં આવી છે.

હેલ્મેટ શીખ સૈનિકો માટે છે, તો તેની ડિઝાઇન પણ તે મુજબ જ હોવી જોઈએ. રક્ષા મંત્રાલયની ડિમાન્ડ પર એક હેલ્મેટની ખાસ ડિઝાઈન પણ સામે આવી છે. કાનપુરની ગ્લોબલ ડિફેન્સ એન્ડ હોમલેન્ડ સિક્યુરિટી કંપની MKUએ શીખો માટે ખાસ હેલ્મેટ તૈયાર કર્યા છે. આ હેલ્મેટને 'વીર' પણ કહેવામાં આવી રહ્યું છે.

હેલ્મેટની ખાસિયત

- આ હેલ્મેટ ફાયરપ્રૂફ અને બુલેટ પ્રૂફ છે.
- દરેક ઋતુમાં આ હેલમેટને પહેરી શકાય છે.
- તે વજનમાં ખૂબ જ હલકું, એન્ટિ ફંગલ, એન્ટિ એલર્જીક છે.
- આ હેલ્મેટમાં કોમ્યુનિકેશન ડિવાઇસ, ટૉર્ચ અને ઘણા પ્રકારના સેન્સર લાગ્યા છે.
- હેલ્મેટમાં નાઇટ વિઝન પણ લગાવવામાં આવ્યું છે.
- આ હેલ્મેટમાં ખાસ લોકેશન ટ્રેકર પણ લગાવવામાં આવ્યું છે, જેના કારણે ઈજાગ્રસ્ત થવા પર સૈનિકોનું લોકેશન ટ્રેસ કરી શકાય.

ઉઠ્યો વિરોધનો સુર

શીખ સૈનિકો માટે હેલ્મેટની વાતથી વિવાદ ઉભો થઈ ગયો છે. શીખોની સૌથી મોટી ધાર્મિક સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ (SGPC) વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, શીખો માટે પાઘડી ઉપર કંઈ પણ પહેરવું, તેમની ઓળખ પર હુમલો કરવા જેવું છે. SGPCનું કહેવું છે કે શીખોના માથા પર પહેરવામાં આવતી પાઘડી એટલે કે દસ્તાર એ માત્ર 5-6 મીટરનું કાપડ નથી, પરંતુ તે તેમના શીખ હોવાની ધાર્મિક ઓળખ છે. સંસ્થાએ સરકારને શીખો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાના નિર્ણય પર વિચાર કરવા માટે કહ્યું છે.

શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહજીએ શીખો માટે પંચ કાકર ધારણ કરવાનો આદેશ આપ્યો હતો. આ પાંચ કાકર છે...

- કેશ એટલે કે, કાપ્યા વિનાના વાળ
- કાંસકો
- કારા જેને તમે કડુ કહી શકો
- કૃપાણ એટલે કે, કટારી
- કચેરા એટલે કે, અંડરપેન્ટ (જાંઘિયો)

વિશ્વયુદ્ધમાં પણ નહીં પહેર્યું હતું હેલ્મેટ

પાઘડીને લઈને શીખોની ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. આ કારણથી જ સેનામાં શીખો માટે હેલ્મેટ પર નવો વિવાદ શરૂ થઈ ગયો છે. આ વિવાદ 100 વર્ષથી વધુ જૂનો છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં પણ શીખ સૈનિકોએ યુદ્ધમાં હેલ્મેટ પહેરવા માટે ના કહી દીધું હતું.

ભારતીય સેનામાં શીખોની સંખ્યા 10 ટકાથી વધુ છે. એટલે કે, ભારતીય સેનામાં પણ શીખ સૈનિકોની અલગ ઓળખ છે. હેલ્મેટનો મામલો નહીં માત્ર શીખ સૈનિકોની સુરક્ષા સાથે જોડાયેલો છે, પરંતુ તે તેમની ધાર્મિક ઓળખ સાથે સંઘર્ષની સ્થિતિ સાથે પણ જોડાયેલો છે.

ફાઈટર જેટ ઉડાવનારા શીખ પાઈલટ શું કરે છે?

વાયુસેનામાં જો કોઈ શીખ ફાઈટર પાઈલટ છે, તો તેણે હેલ્મેટ પહેરવું જ પડે છે, કારણ કે ફાઈટર જેટમાં તમામ કોમ્યુનિકેશન ગેજેટ્સ હેલ્મેટમાં લાગેલા હોય છે. એવામાં ફાઈટર પાઈલટ કોઈ પણ હોય, તેણે હેલ્મેટ પહેરવું જ પડે છે. પરંતુ ભારતીય થલ સેનાની સાથે આવું નથી.

બીજા દેશોમાં શું છે સ્થિતિ?

સવાલ એ છે કે, શું ભારતીય સેના દુનિયાની એકમાત્ર એવી સેના છે, જેમાં શીખ સૈનિકો છે? અન્ય સેનાઓમાં શીખ સૈનિકો માટે શું નિયમ છે? ભારતીય સેના સિવાય બીજા ઘણા દેશો પણ છે, જ્યાંની સેનાઓમાં શીખ સૈનિકોની ભાગીદારી છે.બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા એવા દેશો છે, જ્યાં સેનામાં મોટી સંખ્યામાં શીખ સૈનિકો છે. કેનેડાની સેનામાં ડ્રેસ કોડના કારણે શીખ સૈનિકોએ હેલ્મેટ પહેરવાનું હોય છે.

એ જ રીતે ઓસ્ટ્રેલિયામાં ડ્રેસ કોડના નિયમો મુજબ શીખ સૈનિકો વાળ અને દાઢી રાખી શકે છે, પરંતુ યુદ્ધ ઓપરેશન દરમિયાન ગેસ માસ્ક, ઓક્સિજન માસ્ક, લડાકુ હેલ્મેટ, હાર્ડ હેટ, સ્કુબા માસ્ક, બોડી આર્મર જેવી વસ્તુઓ પહેરવી ફરજિયાત છે. એટલું જ નહીં, બ્રિટનમાં સૈનિકો માટે નિયમ એજ છે કે, યુદ્ધની સ્થિતિમાં સૈન્ય અધિકારી હેલ્મેટ પહેરવાનો આદેશ આપી શકે છે, પરંતુ તેઓ શીખ સૈનિકોને હેલ્મેટ પહેરવા માટે ફરજ નથી પાડી શકતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp