કપાળે ચાંદલો ન લગાવવા બદલ BJP સંસદ મહિલા પર થયા ગુસ્સે, વાયરલ વીડિયોથી વિવાદ

PC: apnlive.com

કર્ણાટકમાં BJPના સાંસદ એસ મુનિસ્વામી વિવાદોમાં ફસાયા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મુનિસ્વામીએ કોલાર જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કપાળે ચાંદલો ન લગાવવા બદલ એક મહિલાને ખરાબ રીતે ઠપકો આપ્યો હતો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. BJP સાંસદના આ વલણ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે.

વાસ્તવમાં મહિલા દિવસ પર આયોજિત કાર્યક્રમમાં પહોંચેલા BJP સાંસદ અલગ-અલગ સ્ટોલનું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન તે એક સ્ટોલ પર પહોંચ્યા અને ત્યાં હાજર મહિલાને જોઈને ગુસ્સે થઈ ગયા. જેવી મહિલા વિક્રેતા સાંસદને તેના સ્ટોલ વિશે જણાવવાનું શરૂ કરે છે, તે તરત જ તેના પર બૂમો પાડવા લાગે છે. નારાજ BJP સાંસદ કહે છે, 'પહેલાકપાળે ચાંદલો લગાવો, તમારા પતિ જીવિત છે... છે ને? તમારી પાસે કોઈ કોમનસેન્સ નથી?'

મહિલા દિવસ પર BJPના એક સાંસદ મહિલા પર ખરાબ રીતે ગુસ્સો કરવાના કારણે વિવાદોમાં ફસાઈ ગયા છે. કોંગ્રેસે BJPના સાંસદના આ વલણની નિંદા કરી છે. કહ્યું કે, આ BJP અને સંઘના લોકોની વિચારસરણી છે. વિપક્ષ કોંગ્રેસે આ મુદ્દે પ્રહારો કર્યા છે અને સંસદ સભ્યના નિવેદનની નિંદા કરી છે. સૌથી જૂની પાર્ટીએ કહ્યું કે, તે BJPની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. વિડિયો પર પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે,'BJPના આયતોલ્લાઓ પાસે શેરીઓમાં પેટ્રોલિંગ કરતી 'નૈતિક પોલીસ'નું પોતાનું સંસ્કરણ છે.'

કોંગ્રેસ નેતા અલકા લાંબાએ લખ્યું, 'સંઘના આંગણામાં સંસ્કારનો વર્ગ, જ્યાં મહિલાઓનું સન્માન નથી. અંધ ભક્તો, તમારી માતા, બહેન, દીકરીઓને સંઘી સંસ્કાર શીખવો- તમારા જ કોઈ નેતા દ્વારા ભરબજારમાં અપમાન કરવામાં આવે તેના કરતાં વધુ સારું છે કે, તેમણે કપાળે ચાંદલો, સેંથામાં સિંદૂર, મંગળસૂત્ર, બંગડી પહેરાવીને, માથા પર ઘૂંઘટ અને બીજું ગમે તે હોય તે પહેરાવીને મોકલો, ડરપોક લોકો.'

હવે BJP નક્કી કરશે કે કોણે બિંદી પહેરવી? એક ટ્વિટર યુઝરે પૂછ્યું. બીજી એક મહિલાએ સાંસદને વિકૃત ગણાવ્યો અને કહ્યું, 'બીજા પુરુષની પત્નીને શું પહેરવું તે કહેનાર તે કોણ છે! વિકૃત અન્ય મહિલાઓને તપાસી રહ્યો છે!'. અન્ય વપરાશકર્તાએ કહ્યું, 'તેણે શું પહેરવું અને શું ન પહેરવું, લગ્ન કર્યા છે કે નહીં, તે બીજા કોઈને કહેવાનો અધિકાર નથી.'

આ અગાઉ, બેંગલુરુનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વકીલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગાડીઓ લઈને નીકળેલી મહિલાઓની બાઇકની ચાવી છીનવી લેતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી મહિલા બેંગલુરુના NICE રોડની વચ્ચે કલાકો સુધી ફસાયેલી રહી. બાઇક સવારો પાણી પીવા અને કપાળ પર બિંદી લગાવવા માટે રસ્તાના કિનારે રોકાયા હતા. MPનો આ વીડિયો પર હવે કેટલીક ખુબ તીખી અને કેટલીક સારી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp