ઓનલાઇન ગેમથી બાળકોનું ધર્માતંરણ, એક છોકરી પાંચ ટાઇમની નમાજ પડવા લાગી, ગેંગ પકડાઇ

PC: abplive.com

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ઓનલાઈન ગેમિંગ દ્વારા સગીર બાળકોને ધર્માંતરણ કરાવતી ગેંગનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસને ઈનપુટ મળ્યા છે કે આ ગેંગનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે. જે બાદ હવે આઈબીએ આ મામલે તપાસ શરૂ કરી છે. આ સમાચાર સામે આવ્યા પછી, ગૃહ મંત્રાલય અને યુપી સરકાર પણ એક્શન મોડમાં છે. આ મામલે ગાઝિયાબાદ પોલીસ પાસેથી માહિતી માંગવામાં આવી છે.

પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઓનલાઈન ગેમ્સ દ્વારા સગીર બાળકોને ધર્મ પરિવર્તનનો શિકાર બનાવવાની ગેંગમાં કોણ કોણ સામેલ છે અને તેઓએ અત્યાર સુધીમાં કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધી ગાઝિયાબાદની જ એક મસ્જિદના મૌલવી અબ્દુલ રહેમાન ઉર્ફે નન્નીની ધરપકડ કરી છે.આરોપી બે વર્ષ પહેલા જ આ મસ્જિદમાં આવ્યો હતો અને અહીં કામ કરતો હતો. નન્નીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ગેંગનો લીડર મુંબઈના થાણેનો રહેવાસી છે અનેતેનું નામ બદ્દો છે.

આ ગેંગના માસ્ટરમાઇન્ડને પકડવા માટે ગાઝિયાબાદ પોલીસ મુંબઈ પહોંચી ગઈ છે. આ ગેંગની વિદેશી ફંડિંગના એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે પોલીસને શંકા છે કે આ ગેંગ ભારતની સાથે અન્ય દેશોના સગીરોને પણ પોતાનો શિકાર બનાવી શકે છે. યુપી અલ્પસંખ્યક આયોગે પણ આ મામલે રાજ્યના DGP પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કમિશનના સભ્ય પરવિંદર સિંહે DGPને પત્ર લખીને જણાવ્યું છે કે ઓનલાઈન ગેમિંગની આડમાં સગીરોનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે. તેનો તપાસ રિપોર્ટ 12 જૂન સુધીમાં આપવામાં આવે.

ગાઝિયાબાદમાં, બે સગીર કિશોરોના પરિવારજનોએ તેમના બાળકોના ધર્મ પરિવર્તનની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ માત્ર તેમનું ધર્માંતરણ કર્યું જ નહીં પરંતુ તેમને પાંચ સમયના નમાજી પણ બનાવી દીધી હતી.તપાસમાં જાણવા મળ્યું કે આ કિશોરો સાથે કેટલાક મુસ્લિમ છોકરાઓએ નામ બદલીને નાઈટ ગેમ એપ માટે ઓનલાઈન ગેમ રમી હતી, ગેમ હારવા પર તેમને ઝાકિર નાઈકની આયાતો શીખવવામાં આવી હતી, જેના પછી તેમને જીતાડીને આયાતો પર ભરોસો બેસાડવામાં આવતો હતો.

આ પછી, Discord app દ્વારા, મુસ્લિમ છોકરાઓ યુઝર આઈડી બનાવતા હતા અને હિન્દુ છોકરાઓ સાથે ચેટ કરતા હતા, તેમને ઇસ્લામિક રિવાજો અપનાવવા સમજાવતા હતા અને તેમને ભાષણો બતાવતા હતા અને તેમને ઇસ્લામ અપનાવવા માટે પ્રેરિત કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp