હૈદરાબાદ પોલીસને મળ્યો 750 કરોડ રોકડ ભરેલો ટ્રક, હકીકત જાણીને છોડવો પડ્યો

આગામી તેલંગાણા વિધાનભાની ચૂંટણી માટે ગદ્વાલમાં નેશનલ હાઇવે પર ડ્યૂટી દરમિયાન પોલીસ અને ચૂંટણી પંચની ટીમને અડધી રાત્રે શાનદાર ડ્રામા જોવા મળ્યા. ટીમને નેશનલ હાઇવે પર ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી 750 કરોડ રૂપિયા કેશ મળી આવ્યા. એ જોઈને પોલીસ અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે ચૂંટણી અધિકારી આ બાબતે કાર્યવાહી કરવાના હતા, ત્યારે જ હકીકત સામે આવી ગઈ અને તેમને ટ્રકને છોડવો પડ્યો. ચાલો તો જાણીએ કે આખરે મામલો શું છે?

ગદ્વાલથી પસાર થતા નેશનલ હાઇવે સામાન્ય રીતે તસ્કરો માટે ખૂબ કુખ્યાત છે. દિલ્હીમાં તેલંગાણા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવા અગાઉ હૈદરાબાદની પોતાની હાલની યાત્રા દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે રાજ્ય ચૂંટણી અધિકારીને ગોવા અને અન્ય સ્થળોથી હૈદરાબાદના માર્ગે તસ્કરી પર અંકુશ લગાવવા માટે નિર્દેશ આપ્યા. તેઓ રાજ્ય પોલીસ દ્વારા ઓછી રોકડની જપ્તિથી પણ નારાજ હતા. વિપક્ષી પાર્ટીઓની ફરિયાદો બાદ ચૂંટણી પંચે ઉચ્ચ IPS અધિકારીઓ, કલેક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓની બદલી પણ કરી દીધી.

ચૂંટણી પંચ દ્વારા સખત વલણ અપનાવ્યા બાદ રાજ્યમાં ચૂંટણી ડ્યૂટી પર ફરજ બજાવતા કોઈ બેદરકારી રાખવા માગતા નથી. આ જ કારણ છે કે ગરબડીની આશંકાના કારણે મંગળવારે રાત્રે પોલીસની ટીમે એક ટ્રકને નેશનલ હાઇવે પર રોકી લીધો. ઘટનાની જાણકારી આપતા તેલંગાણા પોલીસના નોડલ અધિકારી સંજય કુમાર જૈને જણાવ્યું કે, ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી 750 કરોડ રૂપિયાની રોકડ મળી આવી. આ અંગે એક્શન લેવા માટે ચૂંટણી અધિકારીઓને ગદ્વાલ પોલીસની સહાયતા લેવી પડી.

થોડા કલાકોના સસ્પેન્સ બાદ આ મામલો કોઈ પણ હલચલ વિના શાંત થઈ ગયો કેમ કે ખબર પડી કે આ રોકડ યુનિયન બેંક ઓફ ઈન્ડિયની હતી, જેને કેરળથી હૈદરાબાદ લઈ જવામાં આવી રહી હતી. બુધવારે તેલંગાણા મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજે એક નિવેદનમાં કહ્યું કે બેંક અધિકારીઓ સાથે પુષ્ટિ કર્યા બાદ ટ્રકને આગળની યાત્રા માટે છોડી દેવામાં આવ્યો. 750 કરોડ રૂપિયાની રોકડવાળો ટ્રક કલાકો માટે ચર્ચામાં રહ્યો, પરંતુ અંતે અમને ખબર પડી જે એ સીધો સીધો ચેસ્ટ ટૂ ચેસ્ટ મની ટ્રાન્સફર હતો. એક વખત ખરાઈ થયા બાદ પોલીસે ટ્રકને પોતાની યાત્રા ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી હતી.

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.