ITC કંપનીને એક બિસ્કિટ એક લાખમાં પડી, જાણો શું છે આખો મામલો

PC: livemint.com

ભારતીય દિગ્ગજ કંપની ITC લિમિટેડને એક બિસ્કિટ એક લાખ રૂપિયામાં પડી છે. ઉપભોક્તા ફોરમમાં ઘણી વખત એવી ઘટના સામે આવે છે, જે લોકોને હેરાન કરી દે છે. એક એવી જ ઘટના ચેન્નાઈની છે. અહી ITC લિમિટેડને ઉપભોક્તા ફોરમે મસમોટો દંડ ફટકાર્યો છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ITCને બિસ્કિટના પેકેટમાં એક બિસ્કિટ ઓછી રાખવું ભારે પડી ગયું. આ કારણે કોર્ટે કંપનીને એક લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે.

શું છે આખો મામલો?

તામિલનાડુના ચેન્નાઈમાં MMDA માથુર કેપી દિલીબાબુ નામના એક વ્યક્તિએ મનાલીની એક દુકાનથી રોડ પર ફરી રહેલા રખડતા કૂતરાઓને ખવડાવવા માટે ‘સન ફિસ્ટ મેરી લાઇટ’ની એક બિસ્કિટનું પેકેટ ખરીદ્યુ હતું. આ પેકેટમાં કુલ 16 બિસ્કિટ હોય છે, પરંતુ આ વ્યક્તિને એક ઓછી બિસ્કિટ મળી. તેના પર વ્યક્તિએ આ અંગે કંપનીને પૂછપરછ કરી, જ્યાંથી તેને યોગ્ય જવાબ ન મળ્યો. ત્યારબાદ તેણે ઉપભોક્તા ફોરમમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી.

દિલીબાબુએ આ કેસમાં કન્ઝ્યૂમર ફોરમમાં પોતાની દલીલ રાખતા કહ્યું કે, ITC કંપની રોજ 75 પૈસાની બિસ્કિટ, પોતાના પેકેટમાં ઓછી નાખે છે. તો રોજ કંપની દ્વારા 50 લાખ બિસ્કિટના પેકેટોનું ઉત્પાદન કરવામાં આવે છે, એવામાં રોજ કંપની 29 લાખ રૂપિયાના માલની છેતરપિંડી કરી રહી છે. તો આ કેસમાં કંપનીએ પોતાની સફાઇ આપતા કહ્યું કે, તે પોતાના માલને વજનના આધાર પર આપે છે. કંપનીએ પોતા પેકેટમાં બિસ્કિટનું વજન 76 ગ્રામ લખેલું હતું, પરંતુ તેની તપાસ કરવા પર 15 બિસ્કિટવાળા પેકેટમાં માત્ર 74 ગ્રામ બિસ્કિટ મળી.

આ કેસની સુનાવણીમાં ITCના વકીલે કોર્ટમાં દલીલ આપી કે વર્ષ 2011ના કાયદાકીય માપ વિજ્ઞાન નિયમો મુજબ પેક કરેલા સામાનમાં મહત્તમ 4.5 ગ્રામ પ્રતિ પેકેટના હિસાબે ભૂલની સંભાવનાને મંજૂરી મળી છે, પરંતુ કોર્ટ આ દલીલથી સહમત નહોતી. ફોરમે કહ્યું કે, આ નિયમ માત્ર અસ્થિર પ્રકૃતિની વસ્તુઓ માટે છે અને બિસ્કિટ આ કેટેગરીમાં નથી. એવામાં બિસ્કિટ હંમેશાં વજનના હિસાબે વેચાય છે. તેની સાથે જ કંપનીએ વજન અને બિસ્કિટ બંનેના સંદર્ભમાં ભૂલ કરી છે. આ કારણે ફોરમે કંપની પર 1 લાખ રૂપિયાના દંડ સાથે આ બેન્ચની બિસ્કિટનું વેચાણ પણ બંધ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp