WHOએ બ્લેક લિસ્ટ કરી ભારતમાં બનેલી 7 સિરપ, જણાવ્યું આ કારણ

PC: reuters.com

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આજે દુનિયાભરમાં 300 કરતા વધુ મોતો સાથે જોડાયેલી ખરાબ ગુણવત્તાવાળી દવાઓ અને સિરપની તપાસ માટે ભારતમાં બનેલી 7 સિરપને બ્લેક લિસ્ટેડ કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનવું છે કે, ઘણા દેશમાં મોતનું કારણ છે આ દવાઓ. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક પ્રવક્તાએ જણાવ્યું કે, ભારત અને ઇન્ડોનેશિયાના ફાર્માસ્યૂટિકલ દ્વારા બનેલી 20 સિરપની તપાસ કરવામાં આવી છે. આ દવાઓમાં અલગ અલગ ફાર્માસ્યૂટિકલ દ્વારા નિર્મિત કફ સિરપ અને વિટામિન સામેલ છે.

ઉલ્લેખનીય છે કે ઉજ્બેકિસ્તાન, ગામ્બિયા, અને નાઈજીરિયા સહિત કેટલાક દેશોએ હાલમાં જ ભારતમાં બનેલી આ સિરપ દવાઓને મોતો સાથે જોડી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં તૈયાર કરેલી આ કફ સિરપ પર ચિકિત્સા ઉત્પાદન એલર્ટ પણ જાહેર કર્યું છે, જે ગામ્બિયા અને ઉજબેકિસ્તાન જેવા દેશોમાં મોતો સાથે જોડાયેલા હતા. આખી દુનિયામાં ખરાબ ગુણવત્તાવાળી દવાઓ અને સિરપથી લગભગ 300 લોકોના મોત થયા છે. ભારતના ડ્રગ કંટ્રોલરે નોઇડાની મેરિયન બાયોટેક, હરિયાણા સ્થિત મેડેન ફાર્માસ્યૂટિકલ્સ, ચેન્નાઈ સ્થિત ગ્લોબલ ફાર્મા અને પંજાબના QP ફાર્માકેમ શાઈટ નિર્માતાઓ પર તપાસ શરૂ કરી હતી.

સાથે જ તપાસ દરમિયાન અનિયમિતતા જોવા મળતા તેમના સંચાલન પર રોક લગાવી દીધી હતી. ફાર્માસ્યૂટિકલ્સ અને ચિકિત્સા ઉપકરણો માટે કામ કરનારી રાષ્ટ્રીય નિયામક સંસ્થા, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ના જાણકારોએ કહ્યું કે, દવાઓના નિકાસ અગાઉ ગુણવત્તા નિયંત્રણ માટે પરીક્ષણ સુનિશ્ચિત કરવામાં આવશે. તેના માટે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સુધારાત્મક ઉપાય સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ પ્રકારની કફ સિરપ 9 દેશોમાં વેચવામાં આવ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પ્રકારની કફ સિરપ ઘણા દેશોમાં આગામી કેટલાક વર્ષો સુધી મળતી રહેશે. નોંધનીય છે કે કફ સિરપ અને તેમાં મળતું પ્રોપલીન ગ્લોબલ ગ્લાઈકોલનો શેલ્ફ લાઇફ લગભગ 2 વર્ષ છે. આ જ કારણ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા તેને એક મોટું જોખમ માને છે. મધ્ય આફ્રિકન દેશ કેમરૂનમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં એક ડઝનથી વધુ બાળકોના મોત થઈ ચૂક્યા છે. અધિકારીઓએ આ મોતો માટે એક કફ સિરપને જવાબદાર બતાવે છે, જે ભારતમાં બનેલી હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp