PM મોદીને નહીં દેશને મળે છે ઇજ્જત, પાછા આવીને હિંદુ-મુસ્લિમ કરવા માંડશે: મહેબૂબા

બિહારના પટનામાં વિરોધ પક્ષોની મહા બેઠક પછી PDPની નેતા મહેબૂબા મૂફ્તીએ એકતા પર ભાર મુકતા કહ્યું હતું કે, હું નીતિશ કુમારની આભારી છું. આજે જો વિરોધ પક્ષો એક સાથે ભેગા નહીં થશે તો ભવિષ્યમાં વિપક્ષ ખતમ થઇ જશે. મહેબૂબા મૂફ્તીએ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પર પણ નિશાન સાધી દીધું હતું.

જમ્મ્-કાશ્મીરના નેતા અને PDPના પ્રમુખ મહેબૂબા મૂફ્તીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધાની કહ્યુ હતું કે, જ્યારે PM મોદી બહાર જાય છે ત્યારે મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે ઝુકી જાય છે, પરંતુ તેઓ જ્યારે પાછા દેશમાં આવે છે ત્યારે હિંદુ-મુસ્લિમ કરવા માંડે છે.મહેબૂબાએ કહ્યું કે,  આ જે તેમને બહાર ઇજ્જત મળે છે, તે તેમને નહીં, પરંતુ દેશને સન્માન મળે છે.

PDP પાર્ટી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, જ્યારે PM મોદી દેશમાં રહે છે ત્યારે હિંદુ-મુસ્લિમ કરે છે. એને કારણે અમારી જમ્મૂ-કાશ્મીરની પ્રજાને નુકશાન થાય છે. PM જ્યારે બહાર જાય છે ત્યારે ત્યાંના ઢોલ પીટે છે. તેમણે આગળ કહ્યુ કે જો આજે વિપક્ષો એકજૂટ નહીં થશે તો આગળ જઇને વિરોધ પાર્ટીઓ ખતમ થઇ જશે.

મહેબૂબા મૂફ્તીએ કહ્યું કે, જે પત્રકારો એ વિશે વાત કરે છે તેમને જેલમાં મોકલી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે, જો દેશને બચાવવો હશે તો બધા વિપક્ષોએ એક મંચ પર આવવું પડશે. આજે આપણી પહેલવાન છોકરીઓ જંતર- મંતર પર લડાઇ આપે છે અને જેની પર આરોપ લાગ્યો છે તે ખુલ્લેઆમ ફરે છે.

મહેબૂબાએ આગળ કહ્યુ કે આ દેશને બચાવવા માટે જેટલાં પણ લોકો પટનામાં વિપક્ષની  મહા બેઠકમાં આવ્યા હતા, એ તમામનો હું આભાર વ્યકત કરુ છું. હુ આશા રાખું છું કે, હવે પછીની જે બેઠક મળશે તેમાં બધું સારા વાના થશે. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ એક મોટી પાર્ટી છે જેને લીધે બધા એક સાથે આવી શક્યા છે.

મૂફ્તીએ કહ્યું કે હજુ અમારા લોકો વચ્ચે અંદરોદર ઘણા મતભેદો છે. હું અને ઉદ્ધવ ઠાકરે એક સાથે બેસ્યા હતા, પરંતુ તેમનામાં અને મારામાં ખાસ્સું અંતર છે. પરંતુ નાના નાના મતભેદો ભુલીને હવે આગળ વધવું પડશે.

મહેબૂબા મૂફ્તીએ ભાજપ પર  નિશાન સાધીને કહ્યું કે, અમે મહાત્મા ગાંધીના દેશને ગોડસેનો દેશ નહીં બનવા દઇશું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.