બંનેએ હેલમેટ પહેર્યું હોત તો દિવ્યાંશ ન થાત અનાથ, ટ્રકે બાઇક સવાર દંપતીને કચડી

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના લલિતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે સ્થિત બમ્હોરી સરમાં અનિયંત્રિત ટ્રક સામે કચડાઈ જતા બાઇક સવાર દંપતીનું મોત થઈ ગયું અને એક વર્ષનો માસૂમ છોકરો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો. રાહદારીની જાણકારી પર પહોંચેલી પોલીસે ગંભીર ઇજાગ્રસ્ત માસૂમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) મોકલ્યું, જ્યાં ડૉક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલતમાં જોઈને મેડિકલ કૉલેજ ઝાંસી રેફર કરી દીધો. પોલીસે દંપતીના શબનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત ગ્રામ ખાંદીના મજરા શાહપુરનો રહેવાસી કોમલ રક્ષાબંધન પર તે પત્ની સપના (ઉંમર 22 વર્ષ) અને એક વર્ષીય પુત્ર દિવ્યાંશ સાથે બાઇકથી પોતાના સાસરિયાના ગામ બરોદાડાગ ગયો હતો. તહેવાર મનાવ્યા બાદ દંપતી શુક્રવારે પુત્ર સહિત પરત ફરી રહ્યા હતા. બપોરે લગભગ 01:00 વાગ્યે નેશનલ હાઇવે સ્થિત બમ્હોરી સર ગામની નજીક પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇક સવાર દંપતીને તેજ ટક્ક મારી દીધી, જેથી તે બંને ટ્રકના પૈડાં નીચે આવીને લોહીલુહાણ થઈ ગયા.

તેમનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું, જ્યારે માસૂમ દિવ્યાંશ ટક્કર લાગવાથી દૂર ફંગોળાઈને ડીવાઈડર વચ્ચે પડીને ગંભીર ઇજાગ્રસ્ત થઈ ગયો. બીજી તરફ રસ્તે જતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણકારી આપી. પ્રભારી નિરીક્ષક વિનોદ કુમાર મિશ્ર પોલીસ બળ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. તેમણે બંનેના શબોને ઘટનાસ્થળથી હટાવીને CHC મોકલી આપ્યા. તો ઇજાગ્રસ્ત માસૂમને CHC પર પ્રાથમિક સારવાર બાદ મેડિકલ કૉલેજ રેફર કરી દીધું. પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતક કોમલ પોતાના 4 ભાઈઓમાં સૌથી નાનો છે.

બીજી તરફ ટ્રક ડ્રાઈવર ટ્રક છોડીને ફરાર થઈ ગયો છે. પોલીસે ટ્રક કબજામાં લઈ લીધી છે. પ્રભારી નિરીક્ષક વિનોદ કુમારે જણાવ્યું કે, ટ્રકની ટક્કરથી બાઇક સવાર દંપતીનું મોત થયું અને તેનો એક વર્ષીય દીકરો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો. તેને CHCથી મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો. ઘટનાસ્થળથી ટ્રકને કબજામાં લઈ લીધી છે. ફરિયાદ મળવા પર રિપોર્ટ નોંધવામાં આવશે. ઘટનાસ્થળ પર ઉપસ્થિત લોકો મુજબ, બાઇક સવાર કોમલે હેલમેટ પહેર્યું નહોતું, જેથી તેના અને પત્નીના માથામાં ગંભીર ઇજા થઈ છે. લોકોનું કહેવું હતું કે જો આ લોકો હેલમેટ પહેરીને હોત તો બંનેના જીવ બચી શકતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp