હનીમૂન માટે દંપત્તિ દાર્જિલિંગ જઇ રહ્યું હતું, ટ્રેનમાંથી દુલ્હન ગાયબ થઇ ગઇ

PC: amarujala.com

લગ્નના 6 મહિના પછી હનીમૂન જવા નિકળેલા પતિ-પત્નીનું હનીમૂનનું સપનું પુરુ થાય તે પહેલાં જ પત્ની ટ્રેનમાંથી ગાયબ થઇ જતા પતિના હોંશ ઉડી ગયા છે. હનીમૂનને બદલે અત્યારે પતિ પત્નીને શોધવામાં પડ્યો છે. પોલીસે CCTV તપાસ્યા પણ પત્નીનો કોઇ સુરાગ મળ્યો નથી.

કિશનગંજના રેલ્વે સ્ટેશન પરથી એક નવપરિણીત મહિલા ગુમ થઈ ગઈ છે. તે તેના પતિ સાથે હનીમૂન પર દાર્જિલિંગ જઈ રહી હતી. ગુરુવારે સાંજે દંપતી મુઝફ્ફરપુરથી ન્યૂ જલપાઈગુડી જતી આનંદ વિહાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન (12524)માં બેઠા હતા. બંને AC કોચ નંબર B4ની સીટ નંબર 43 અને 45 પર બેઠા હતા. ટ્રેન કિશનગંજમાં ઊભી રહી. ટ્રેન રોકાયા બાદ પત્ની ટ્રેનના શૌચાલયમાં ગઈ હતી. જ્યારે ટ્રેન ચાલુ થયા બાદ પણ પત્ની સીટ પર ન આવી તો પતિ હાંફડોફાફડો થઇ ગયો હતો અને પત્નીની શોધખોળ શરૂ કરી હતી. આખી ટ્રેનમાં પતિ ફરી વળ્યો, પરંતુ જ્યારે પત્નીનો કોઇ પત્તો ન લાગ્યો તો પતિએ રેલવે પાસે મદદ માંગી હતી.

પત્ની અચાનક ટ્રેનમાંથી આ રીતે ગાયબ થઇ તે વિશે પ્રિન્સ કુમાર પરેશાન થઇ ગયો છે.શોધખોળ પછી પત્ની ન મળી તો પ્રિન્સ કુમારે કિશનગંજ રેલવે પત્ની કાજલ કુમારીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા પછી પ્રિન્સ કુમાર મુઝફ્ફરનગર પાછો આવી ગયો. પોલીસે  સ્ટેશન પર લાગેલા CCTV તપાસ્યા તો એમાં પણ કાજલ કુમારી નજરે પડી નહોતી.

જાણવા મળેલી  વિગત મુજબ મુઝફ્ફરનગરના કુઢની પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રિન્સ કુમાર વીજળી વિભાગમાં નોકરી કરે છે. પ્રિન્સ અને કાજલ કુમારીના હજુ ફેબ્રુઆરીમાં જ લગ્ન થયા હતા. લગ્ન પછી તેઓ હનીમૂન જવાના હતા, પરંતુ પારિવારિક કારણોસર તે શક્ય બન્યું નહોતું. 6 મહિના પછી પ્રિન્સ કુમાર અને કાજલ 28 જુલાઇએ મુઝફ્ફરનગરથી ટ્રેનમાં જવા નિકળ્યા હતા તે વખતે કિશનગંજ સ્ટેશન પાસે પત્ની ગાયબ થઇ ગઇ હતી.

પ્રિન્સ કુમારે કહ્યું કે પત્ની સાથે ન તો કોઇ વિવાદ હતો કે પત્નીનું ન તો કોઇની સાથે અફેર હતું. પતિ પ્રિન્સ કુમારે પોલીસને શંકા વ્યકત કરતા કહ્યું છે કે નશાખુરાની ગેંગે પત્નીનું અપહરણ કર્યું છે. તેણે પોલીસને વિનંતી કરી છે કે આ કેસને ગંભીરતાથી લઇને આરોપીઓની ધરપકડ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp