બાપે દીકરી અને તેના પ્રેમીની હત્યા કરીને શવને ચંબલ નદીમાં ફેકી દીધા

PC: aajtak.in

મધ્ય પ્રદેશનું મૂરેના ફરી એક વખત ચર્ચામાં છે. આ વખત હોરર કિલિંગની ઘટના સામે આવી છે. દીકરી એક છોકરા સાથે વાત કરતી હતી. તે તેની સાથે ભાગી પણ ગઈ હતી, પરંતુ ઘરે પાછી આવતી રહી હતી. પિતાને આ વાત પસંદ ન આવી. તેણે દીકરી અને તેના પ્રેમીની હત્યા કરી નાખી અને ચંબલ નદીમાં બંનેના શબ ફેકી દીધા. પોલીસની પૂછપરછમાં પિતાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. શબોની શોધખોળ માટે પોલીસે મરજીવાઓની મદદ લીધી છે અને ચંબલ નદીમાં છોકરી અને તેના પ્રેમીના શબોને શોધવામાં આવી રહ્યા છે.

ઘટના મૂરેનાના અંબાહ પોલીસ સ્ટેશનની છે. રતન બસઈ ગામની રહેવાસી શિવાની 3 જૂનના રોજ પોતાના ઘરથી ગુમ થઈ ગઈ હતી. પિતા રાજપાલે શિવાની ગુમ થવાનો રિપોર્ટ અંબાહ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. તો 4 જૂનના રોજ બાલપુરા ગામનો રહેવાસી છોટુ તોમર પણ ઘરથી ગુમ થઈ ગયો હતો. તેનો રિપોર્ટ પણ છોકરાના પરિવારજનોએ અંબાહ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. પોલીસ બંનેની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન પૂછપરછ કરવા પર શિવાનીના પિતા રાજપાલે દીકરી અને તેના પ્રેમીની હત્યા કરીને શબ ચંબલ નદી (હોલાપુરા ઘાટ)માં ફેકવાની વાત કબૂલી લીધી.

પોલીસે પિતા રાજપાલને પોતાની કસ્ટડીમાં લઇ લીધો છે. ત્યારબાદ તેને હોલાપુરા ઘાટ લઈને પહોંચી, જ્યાં શિવાની અને છોટુના શબોને ફેકવામાં આવ્યા હતા. પોલીસે મરજીવાઓની ટીમને શબોની શોધખોળ માટે લગાવી દીધી છે. તો ઘટનાને લઈને છોટુ તોમરના ભાઈ ઘનશ્યામ સિંહ તોમરનું કહેવું છે કે તેને ભાઈ અને શિવાનીના પ્રેમ પ્રસંગ બાબતે ત્યારે ખબર પડી, જ્યારે 6 મેના રોજ બંને સાથે ભાગી ગયા હતા. અમે લોકોએ તેમને શોધ્યા અને 11 મેના રોજ અંબાહ પોલીસ સ્ટેશન લઈને પહોંચ્યા. બંને એક જ સમાજથી હતા એટલે પોલીસે શિવાનીને તેના પિતાને સોંપી દીધી હતી અને અમે છોટુને લઈને ઘરે આવતા રહ્યા.

3 જૂનના રોજ છોટુ ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે રાજપાલે ભાઇનું અને પોતાની દીકરીનું પણ અપહરણ કરી લીધું. 5 દિવસ સુધી શિવાનીનો પરિવાર ઘર પર ન મળ્યો. જ્યારે અમે તપાસ શરૂ કરી તો લોકોએ કહ્યું કે, હવે કેમ શોધી રહ્યા છો, એ દિવસ સમાપ્ત થઈ ગયા છે. MDOP અંબાહ પરિમલ સિંહનું કહેવું છે કે, પિતા દ્વારા દીકરી અને તેના પ્રેમીની હત્યાની ઘટના સામે આવી છે. પિતાએ પોતાનો ગુનો કબૂલી દીધો છે. SDRFની ટીમ શબોની શોધખોળ કરી રહી છે. પરિવારના લોકોની પણ પૂછપરછ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp