વિધવા પ્રેમિકા સાથે પકડાયો પ્રેમી, તો પરિવારે કપડા કાઢી ધોયો, મહિલાને 5 બાળક છે

ઉત્તર પ્રદેશના સંભલ સ્થિત જુનાવઈ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ગામમાં વિધવા મહિલા તેમજ તેના પ્રેમીને પરિવારજનોએ ઝાડ સાથે બાંધીને માર માર્યો છે. મહિલાને ગામની ગલીમાં ખેંચીને બેઠક સુધી લાવવામાં આવી. આ સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાદમાં કઈ રીતે ગ્રામીણોએ તેમને છોડાવ્યા. મહિલાની ફરિયાદ તેમજ વાયરલ વીડિયોના આધાર પર પોલીસે નવ લોકો વિરુદ્ધ રિપોર્ટ દાખલ કર્યો છે. પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.

જુનાવઈ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ગામ નિવાસી 30 વર્ષીય મહિલાના પતિનું પાંચ વર્ષ પહેલા મોત થઈ ગયુ છે. બુધવારની સાંજે આશરે ત્રણ વાગ્યે વિધવા પડોશના ગામ નિવાસી પ્રેમી સાથે ઘરમાં જ ભૂસું ભેગુ કરવા માટે લાકડાંની વાડ બનાવી રહી હતી. આ દરમિયાન વિધવાના પરિવારના લોકો આવી ગયા અને બંનેને પકડીને માર મારવા લાગ્યા. પ્રેમીને ગામમાં જ બેઠક પર ઝાડ સાથે બાંધી દીધો અને લાકડીથી માર મારવા માંડ્યા. ત્યારબાદ પરિવારની મહિલાઓ વિધવા મહિલાને પકડીને માર મારતા બેઠક સુધી લઈ આવી. વિધવાને પણ ઝાડ સાથે બાંધી દીધી. બાદમાં બંનેને માર માર્યો. ગ્રામીણોએ બાદમાં બંનેને છોડાવ્યા.

વિધવાએ પોલીસ સ્ટેશનમાં રજનેશ, રાજકુમાર, રાજુ, છોટે વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે બુધવારે ચારેય લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો હતો. બંને સાથે માર મારવાનો વીડિયો વાયરલ થયો તો પોલીસે અન્ય પાંચ લોકોની શોધખોળ કરી. તેમા શેરી, સૌરાજ, વિરોજ, મહિલા મંજૂ તેમજ જિલ્લા બદાયૂંના જરીફનગર નિવાસી ભૂરે પણ સામેલ છે. પોલીસે વાયરલ વીડિયોના આધાર પર ગુરુવારે સવારે આ લોકોના નામે પણ કેસ દાખલ કર્યો. પોલીસે પાંચ આરોપી શેરી, સૌરાજ, વિરોજ, મંજૂ, ભૂરેની ધરપકડ કરી લીધી છે.

પીડિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, તે પોતાના ઘરમાં ભૂસું ભરવા માટે વાડ બનાવી રહી હતી. ત્યારે પરિવાર તેમજ ગામના ચાર લોકો આવી ગયા. આરોપી ગાળો આપવા માંડ્યા. તેનો વિરોધ કર્યો તો માર મારવા માંડ્યા. તેની સાથે વાડ બંધાવી રહેલા બાજુના ગામના અશોકે વિરોધ કર્યો તો આરોપીઓએ તેને પણ માર માર્યો. બૂમો સાંભળીને ગ્રામીણોએ તેમને બચાવ્યા.

વિધવાના પાંચ બાળકો છે. તેમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. મોટો દીકરો 12 વર્ષ, નાનો દીકરો 10 વર્ષનો ત્યારબાદ દીકરી આઠ વર્ષ, છ વર્ષ અને પાંચ વર્ષની છે. વાયરલ વીડિયોમાં કેટલીક મહિલા વિધવાને માર મારતી દેખાઈ રહી છે. આ દરમિયાન તેના બાળકો બૂમો પાડતા દેખાઈ રહ્યા છે. તે પોતાની માતાને છોડાવવાની વિનંતી કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.