નવા એન્જિન સાથે જૂની ટ્રેન જોડી દીધી, CM બેનર્જી વંદેભારત એક્સપ્રેસ વિશે બોલ્યા

PC: livehindustan.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે દાવો કર્યો છે કે, વંદેભારત એક્સપ્રેસ પર પત્થરમારો તેમના રાજ્યમાં નહીં પણ, પડોસી રાજ્ય બિહારમાં કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ મીડિયા વિરૂદ્ધ કાર્યવાહી કરશે, જેણે ઘટનાના પશ્ચિમ બંગાળમાં થવાની જૂઠ્ઠી ખબરો ફેલાવી છે.

બેનર્જીએ સાગર આઇલેન્ડમાં પત્રકારોને કહ્યું કે, વંદે ભારત પર પત્થરમારો પશ્ચિમ બંગાળમાં નહીં પણ બિહારમાં કરવામાં આવ્યો છે. અમે એ મીડિયા ચેનલ વિરૂદ્ધ કાર્યવાહી કરીશું, જેમણે ઘટનાના પશ્ચિમ બંગાળમાં થયાની જૂઠ્ઠી ખબરો ફેલાવી છે અને અમારા રાજ્યને બદનામ કર્યું છે. તેમણે કહ્યું છે કે, વંદે ભારત કંઇ નહીં પણ એક જૂની ટ્રેન છે, જેને નવા એજિનની સાથે જોડી દેવામાં આવી છે અને નવું રૂપ આપવામાં આવ્યું છે. મમતા બેનર્જી 8મી જાન્યુઆરીથી શરૂ થનારા ગંગાસાગર મેળાની તૈયારીઓ જોવા માટે બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, બિહારના લોકો નારાજ થઇ શકે છે, કારણ કે, તેમને પણ વંદે ભારત ટ્રેન જોઇતી હતી. ફક્ત એટલા માટે કે ત્યાં ભાજપ સત્તામાં નથી, તેનો મતલબ એ નથી કે, તેમને ટ્રેન ન મળવી જોઇએ. પશ્ચિમ બંગાળને લઇને ફેક ન્યુઝ ફેલાવનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

વિપક્ષ રાજ્યની નેગેટિવ ઇમેજ બનાવી રહ્યા છો, આ સવાલનો જવાબ આપતા મમતા બેનર્જીએ કહ્યું કે, જો કોઇની પાસે કામ નથી, તો તેઓ શું કરશે? તેઓ ગુમરાહ કરી રહ્યા છે. કેન્દ્રમાં તમારી સરકાર છે. અમે હંમેશા સાથે કરીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંધિય સ્ટ્રક્ચર છે. એમ ન વિચારો કે આ તમારો એકાધિકાર છે. આ આપણા દરેકનો અધિકાર છે.

હાવડા અને ન્યુ જલપાઇગુડીને જોડનારી વંદે ભારત એક્સપ્રેસ પર મંગળવારે બીજી વખત પત્થરમારો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30મી ડિસેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાવડા સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેલવે અધિકારીઓએ ગુરુવારે દાવો કર્યો હતો કે, તેમણે ટ્રેન પર પત્થરમારો કરનારાની ઓળખ કરી લીધી છે. ઘટના બાદ ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઇ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp