હેલ્મેટ વગર બાઇક પર કપલનો રોમેન્ટિક સ્ટંટ, પોલીસે આટલો દંડ વસૂલ્યો

PC: twitter.com

ઉત્તર પ્રદેશના હાપુડમાં એક કપલનો બાઇક પર રોમેન્ટિક સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં યુવક બાઇક ચલાવી રહ્યો છે અને યુવતી પેટ્રોલની ટાંકી પર બેઠેલી છે. તેણીએ પોતાના ચહેરો યુવક તરફ રાખ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મોટર વ્હિકલ એક્ટ હેઠળ એટલો દંડ ફટકાર્યો કે કપલનો રોમાન્સનો નશો ઉતરી ગયો હશે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ જાતજાતની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

વીડિયોને X પ્લેટફોર્મ પર શેર કરીને એક યૂઝરે શેર કરીને લખ્યું કે, હાપુડમાં બાઇક પર કપલનો રોમેન્ટિક સ્ટંટ કરતો વીડિયો. યુવતી બાઇકની ટાંકી પર બેસીને યુવકને ગળે લગાવીને બેઠી છે.

 વીડિયોમાં તમે જોઇ શકો છો કે, બાઇક પર સવાર બંને યુવક અને યુવતીએ હેલ્મેટ પહેર્યા નથી. આ વીડિયો નેશનલ હાઇવે નં-9 પર રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા પછી હાપુડ પોલીસે X પ્લેટફોર્મ પર લખ્યુ કે, સિંભાવલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નેશનલ હાઇવે પર બાઇક પર સ્ટંટ કરતા કપલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેની તાત્કાલિક નોંધ લેતા, હાપુર પોલીસે મોટર વ્હિકલ એક્ટ હેઠળ આ બાઇક માટે રૂ. 8000 રૂપિયાનું ચલણ જારી કર્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હાપુડના SP રાજકુમાર અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, હાપુડ પોલીસ લોકોને અપીલ કરે છે કે કોઇ પણ આવા સ્ટંટ ન કરે, જે ટ્રાફિકના નિયમોની વિરુદ્ધ હોય અને જેને કારણે જાનમાલનું જોખમ ઉભું થાય.

આ વાયરલ વીડિયો પર કેટલાંક લોકો કપલની મજા લઇ રહ્યા છે તો કેટલાંક સમર્થન આપી રહ્યા છે. ચંદન નામના યૂઝરે લખ્યુ કે. બે પ્રેમ કરનારા લોકોને જ્યારે દુનિયા તડપાવશે તો પ્રેમ વધાર વધતો જશે.સચીન ગુપ્તા નામના યૂઝરે વીડિયો બનાવનાર માટે લખ્યું કે, પ્રેમના દુશ્મન.

એક યૂઝરે મિર્ઝાપુરના મુન્ના ભૈયાનો ફેમસ ડાયલોગનું મીમ શેર કર્યું, જેમાં લખ્યું, આ જોરદાર હતું ગુરુ.તો એક યૂઝરે અમિતાભનો ડાયલોગ શેર કરીને લખ્યું, ‘આ બધુ નહીં ચાલશે. પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન’.

કેટલાંક યૂઝરે પોલીસના વખાણ પણ કર્યા. એક યૂઝરે લખ્યું, હાપુડ પોલીસે દીલ જીતી લીધું.

જો કે બાઇક પર રોમાન્સની ઘટના પહેલીવારની નથી. આવા તો દેશભરના અનેક વીડિયો સામે આવે છે જેમાં બાઇક કે કાર પર સ્ટંટ કરતા હોય છે, જાણે તેઓ બાપાનો રસ્તો સમજતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp