રજા ન આપી તો કોર્ટના કર્મચારીએ જજને લાફા મારી દીધા, કારણ પણ જણાવ્યું
કોર્ટના એક કર્મચારીને 3 દિવસની રજા જોઇતી હતી, પરંતુ ન્યાયાધીશે રજા આપવાનો ઇન્કાર કરી દીધો તો કર્મચારીએ જજને થપ્પડ જડી દીધી હતી. જો કે કર્મચારીનું કહેવું એમ છે કે જ્યારે હું મારી રજાની અરજી લઇને ગયો તો જજે મારી અરજી ફેંકી દીધી હતી અને મારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.
રાજસ્થાનના ઝુંઝુનુંની કોર્ટના એક કર્મચારીએ Additional Chief Judicial Magistrate (ACJM)ને લાફા મારી દીધા હોવાની ઘટના સામે આવી છે.ACJM તરફથી રીડરના માધ્યમથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટના ઝંઝુનુંના ખેતડી કોર્ટમાં શુક્રવારે સાંજની છે. પોલીસ આ કેસમાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જાણવા મળેલી માહિતી મુજબ કોર્ટના કર્મચારીને રજા જોઇતી હતી.
જાણવા મળેલી માહિતી મુજબ ખેતડીના ACJM રિંકુ કુમારે રીડર વિનોદ કુમારના માધ્યમથી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શુક્રવારે સાંજે રિંકુ કુમાર ડાઇસનું કામ પતાવીને તેમની ચેમ્બરમાં ગયા હતા. એ દરમિયાન કોર્ટનો કર્મચારી બાબુ રાજમોહન તેમની ચેમ્બરમાં આવ્યો હતો અને 4થી6 એપ્રિલ સુધીની રજા માંગી હતી. ACJMએ કોર્ટના કર્મચારીને કહ્યું કે, ડાઇસનો સમય પુરો થયા પછી આની પર રિપોર્ટ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આટલું સાંભળતા બાબુ રામમોહન ગુસ્સે ભરાયો હતો અને ACJM રિંકુ કુમારને પાંચથી 6 થપ્પડ મારી દીધી હતી અને સાથે જોઇ લેવાની ધમકી પણ આપી હતી. બાબુ રાજમોહને ટેબલ પરની ફાઇલો પણ ફંગોળી દીધી હતી.
આ બાબતે બાબુ રાજમોહનનું કહેવું છે કે તેની પુત્રીનું એપેન્ડિક્સનું ઓપરેશન થયું છે એટલે તેને રજાની જરૂર હતી, પરંતુ ACJMએ રજા આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને મારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. બાબુ રાજમોહને કહ્યું કે, જ્યારે હું મારી રજાની અરજી લઇને ACJMની ચેમ્બરમાં ગયો, તો તેમણે મારી અરજી ફેંકી દીધી હતી. એ પછી હું પોલીસમાં ફરિયાદ કરવા ગયો તો મારી ફરિયાદ નોંધવાનો પોલીસ ઇન્કાર કરી રહી છે.
ખેતડીના ડેપ્યુટી હજારીલાલ ખટાનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, આ કોર્ટનો મામલો છે એટલે એમાં અમે કોઇ ટીપ્પણી કરી શકીએ નહી. તો રીડર વિનોદે પણ જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યુ હતું કે મેજિસ્ટ્રેટ સાથે વાત કરો, આ વિશે હું કશું પણ કહી શકું નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp