રજા ન આપી તો કોર્ટના કર્મચારીએ જજને લાફા મારી દીધા, કારણ પણ જણાવ્યું

કોર્ટના એક કર્મચારીને 3 દિવસની રજા જોઇતી હતી, પરંતુ ન્યાયાધીશે રજા આપવાનો ઇન્કાર કરી દીધો તો કર્મચારીએ જજને થપ્પડ જડી દીધી હતી. જો કે કર્મચારીનું કહેવું એમ છે કે જ્યારે હું મારી રજાની અરજી લઇને ગયો તો જજે મારી અરજી ફેંકી દીધી હતી અને મારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.

રાજસ્થાનના ઝુંઝુનુંની કોર્ટના એક કર્મચારીએ Additional Chief Judicial Magistrate (ACJM)ને લાફા મારી દીધા હોવાની ઘટના સામે આવી છે.ACJM તરફથી રીડરના માધ્યમથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ ઘટના ઝંઝુનુંના ખેતડી કોર્ટમાં શુક્રવારે સાંજની છે. પોલીસ આ કેસમાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જાણવા મળેલી માહિતી મુજબ કોર્ટના કર્મચારીને રજા જોઇતી હતી.

જાણવા મળેલી માહિતી મુજબ ખેતડીના ACJM રિંકુ કુમારે રીડર વિનોદ કુમારના માધ્યમથી નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શુક્રવારે સાંજે રિંકુ કુમાર ડાઇસનું કામ પતાવીને તેમની ચેમ્બરમાં ગયા હતા. એ દરમિયાન કોર્ટનો કર્મચારી બાબુ રાજમોહન તેમની ચેમ્બરમાં આવ્યો હતો અને 4થી6 એપ્રિલ સુધીની રજા માંગી હતી. ACJMએ કોર્ટના કર્મચારીને કહ્યું કે, ડાઇસનો સમય પુરો થયા પછી આની પર રિપોર્ટ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આટલું સાંભળતા બાબુ રામમોહન ગુસ્સે ભરાયો હતો અને ACJM રિંકુ કુમારને પાંચથી 6 થપ્પડ મારી દીધી હતી અને સાથે જોઇ લેવાની ધમકી પણ આપી હતી. બાબુ રાજમોહને ટેબલ પરની ફાઇલો પણ ફંગોળી દીધી હતી.

આ બાબતે બાબુ રાજમોહનનું કહેવું છે કે તેની પુત્રીનું એપેન્ડિક્સનું ઓપરેશન થયું છે એટલે તેને રજાની જરૂર હતી, પરંતુ ACJMએ રજા આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને મારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. બાબુ રાજમોહને કહ્યું કે, જ્યારે હું મારી રજાની અરજી લઇને ACJMની ચેમ્બરમાં ગયો, તો તેમણે મારી અરજી ફેંકી દીધી હતી. એ પછી હું પોલીસમાં ફરિયાદ  કરવા ગયો તો મારી ફરિયાદ નોંધવાનો પોલીસ ઇન્કાર કરી રહી છે.

ખેતડીના ડેપ્યુટી હજારીલાલ ખટાનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, આ કોર્ટનો મામલો છે એટલે એમાં અમે કોઇ ટીપ્પણી કરી શકીએ નહી. તો રીડર વિનોદે પણ જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યુ હતું કે મેજિસ્ટ્રેટ સાથે વાત કરો, આ વિશે હું કશું પણ કહી શકું નહીં.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.