26th January selfie contest

સેક્સ વર્કરની અરજી પર કોર્ટે કહ્યુ-પોતાની મરજીથી સેક્સ વર્ક કરવું ગુનો નથી, પણ..

PC: odishabytes.com

ગત વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટે દેહ વ્યાપાર સાથે સંકળાયેલા વર્કર્સના સંબંધમાં એક નિર્ણય આપ્યો હતો. જે અનુસાર, દેહ વ્યાપાર કરવો કાયદાકીયરીતે અપરાધ નથી. પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે એવુ પણ કહ્યું હતું કે, પોલીસ દેહ વ્યાપાર સાથે સંકળાયેલા વર્કર્સને કારણ વિના હેરાન ના કરી શકે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, દેહ વ્યાપાર સાથે સંકળાયેલા વર્કર્સ પણ કાયદાની સમક્ષ સન્માન તેમજ બરાબરીના હકદાર છે.

બીજી તરફ હવે મુંબઈની એક સેશન કોર્ટે દેહ વ્યાપાર પર નિર્ણય સંભળાવતા 34 વર્ષીય એક મહિલાને શેલ્ટર હોમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, દેહ વ્યાપારમાં સામેલ હોવુ પોતાનામાં અપરાધ નથી પરંતુ, સાર્વજનિક સ્થાન પર એવુ કરવું, જેના કારણે બીજાઓને મુશ્કેલી થાય તેને અપરાધ કહી શકાય. કોર્ટે આ મામલામાં સંવિધાનના અનુચ્છેદ 19નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, સ્વતંત્ર રૂપથી ફરવા અને ભારતના કોઈપણ હિસ્સામાં રહેવા અને વસવાટ કરવાનો સૌને મૌલિક અધિકાર છે. તો તમે પણ જાણી લો કે ભારતમાં દેહ વ્યાપારના કાયદા શું છે?

ભારતીય દંડ સંહિતા (IPC) અનુસાર, દેહ વ્યાપાર વાસ્તવમાં ગેરકાયદેસર નથી પરંતુ, કેટલીક ગતિવિધિઓ એવી છે જે દેહ વ્યાપારનો એક મોટો હિસ્સો છે અને અધિનિયમના કેટલાક પ્રાવધાનો અંતર્ગત દંડનીય છે, જેમ કે-

  • સાર્વજનિક સ્થાનો પર દેહ વ્યાપાર
  • હોટેલોમાં દેહ વ્યાપાર કરવો
  • એક દેહ વ્યાપાર સાથે સંકળાયેલા વર્કરની વ્યસ્થા કરીને દેહ વ્યાપારમાં સામેલ થવુ.
  • એક ગ્રાહક માટે યૌન ક્રિયાની વ્યવસ્થા કરવી.
  • કોલ ગર્લને પણ સજા.

અનૈતિક ટ્રાફિક (રોકથામ) અધિનિયમ, 1986 મૂળ અધિનિયમનું એક સંશોધન છે. આ અધિનિયમ અનુસાર, વેશ્યાઓની ધરપકડ થવી જોઈએ જો તે પોતાની સાથે સંબંધ બનાવવા માટે કહે અથવા બીજાને ઉશ્કેરતી હોય તો. આ ઉપરાંત, કોલ ગર્લ પોતાના ફોન નંબરને સાર્વજનિક ના કરી શકે. આવુ કરવા પર તેને 6 મહિના સુધીની સજા અને દંડ પણ થઈ શકે છે.

ભારતમાં શું છે સ્થિતિ?

આપણા દેશમાં દેહ વ્યાપાર ગેરકાયદેસર નથી પરંતુ, તેના માટે કોઈને ફોર્સ કરવું અને સાર્વજનિક દેહ વ્યાપાર કરવો ગેરકાયદેસર છે. વેશ્યાલયના માલિકી હક પણ ગેરકાયદેસર છે.

કેટલાક દેશોએ દેહ વ્યાપાર પર સંપૂર્ણરીતે પ્રતિબંધ લગાવ્યો છે. જોકે, કેટલાક દેશ એવા પણ છે, જ્યાં તેને કાયદેસર જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં સુધી કે દેહ વ્યાપાર સાથે સંકળાયેલા વર્કર્સને સ્વાસ્થ્ય લાભ અને સામાજિક યોજનાઓ અંતર્ગત ફાયદા પણ પહોંચાડવામાં આવે છે.

આ દેશોમાં દેહ વ્યાપાર નથી અપરાધ

ન્યૂઝીલેન્ડ

અહીં વર્ષ 2003માં દેહ વ્યાપારને કાયદાકીય માન્યતા આપવામાં આવી. તેના માટે સાર્વજનિક સ્વાસ્થ્ય અને રોજગાર કાયદા અંતર્ગત વેશ્યાલયોને લાયસન્સ આપવામાં આવે છે. એટલે કે દેહ વ્યાપાર સાથે સંકળાયેલા વર્કર્સને બીજા કર્મચારીઓની જેમ જ રોજગાર સાથે સંબંધિત સામાજિક લાભ મળે છે.

ફ્રાન્સ

ફ્રાન્સની સંસદે કાયદો પાસ કરી દેહ વ્યાપાર માટે પૈસા આપવાને ગેરકાયદેસર જાહેર કરી દીધુ. આ રીતે ફ્રાન્સ પણ એવો દેશ બની ગયો છે જ્યાં, દેહ વ્યાપાર સાથે સંકળાયેલા વર્કર્સના ગ્રાહકોને આપરાધિક જાહેર કરી દેવામાં આવ્યા છે.

જર્મની

જર્મની દુનિયાના એ દેશોમાં સામેલ છે જ્યાં, દેહ વ્યાપારને સૌથી પહેલા કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો. 1927થી જ અહીં વેશ્યાલયો માટે લાયસન્સની વ્યવસ્થા કરવામાં આવી. દેહ વ્યાપાર સાથે સંકળાયેલા વર્કર્સ માટે સ્વાસ્થ્ય સુવિધાઓની સાથે જ ઇન્શ્યોરન્સ જેવી પહેલ પણ કરવામાં આવી. અહીં યૌનકર્મી પોતાની કમાણીનો એક હિસ્સો ટેક્સના રૂપમાં આપે છે. જ્યારે, એક નિશ્ચિત સમય બાદ તેમને પેન્શન પણ આપવામાં આવે છે.

ગ્રીસ

ગ્રીસમાં પણ દેહ વ્યાપાર એક કાયદાકીય વ્યવસાય છે. અન્ય લોકોની જેમ અહીં દેહ વ્યાપાર સાથે સંકળાયેલા વર્કર્સે મેડિક્લેમ ભરવાનો હોય છે. અહીં યૌન કર્મીઓએ રજિસ્ટ્રેશન કરાવવુ પડે છે અને તેમને આઈડી કાર્ડ આપવામાં આવે છે.

કેનેડા

દેહ વ્યાપારને લઇને 2014માં લાગૂ નવો કાયદો કેનેડામાં દેહ વ્યાપારને તો કાયદાકીય અધિકાર આપે છે પરંતુ, આ અંગે ખરીદીને ગેરકાયદેસર માને છે. એટલે કે જો તમે ઇચ્છો તો દેહ વ્યાપાર કરી શકો છો પરંતુ, તેને વ્યવસાય તરીકે અપનાવવુ ગેરકાયદેસર છે.

તેમજ, કેટલાક એવા પણ દેશો છે જ્યાં દેહ વ્યાપાર સંપૂર્ણરીતે પ્રતિબંધિત છે. આ દેશોના લોકો દેહ વ્યાપારને ખૂબ જ ધૃણાભરી નજરે જુએ છે. જે દેશોમાં દેહ વ્યાપાર સંપૂર્ણરીતે પ્રતિબંધિત છે તેમા ચીન, ક્રોએશિયા, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત અરબ અમીરાત સામેલ છે. તેમા ઈરાન અને ચીનમાં તો દેહ વ્યાપાર સાથે સંકળાયેલા કેસોમાં મોત સુધીની સજા આપવામાં આવી ચુકી છે. આ ઉપરાંત, ઘણા એવા દેશો પણ છે જ્યાં, દેહ વ્યાપાર પર કડકમાં કડક સજાનું પ્રાવધાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp